ETV Bharat / state

ખંભાતમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક પાકને નુકસાન - એનડીઆરએફની ટીમ

સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડની અસર જોવા મળી હતી. ત્યારે આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના અખાતી તટ પર પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અહીં લોકોને ઘણું નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક મકાન ધરાશાયી થઈ ગયા હતા. તો કેટલાક ઘરોના છાપરાં ઉડી ગયા હતા.

ખંભાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું

author img

By

Published : May 20, 2021, 11:43 AM IST

  • ખંભાતમાં તોકતે વાવાઝોડાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન
  • અનેક મકાનો ધરાશાયી, મકાનોના છાપરા ઉડયા, પાકને વ્યાપક નુકસાન
  • ખંભાતના શહેર તેમજ ગ્રામ્ય લેવલે મોબાઇલ તેમજ ઈન્ટરનેટ સેવા ખોરવાઈ
  • અનેક વીજ લાઈનમાં ભંગાણ પડતા વીજળીના થાંભલા તૂટી પડ્યા
  • અનેક વિસ્તારોમાં વિજળી અને પાણી ખોરવાતા લોકો ત્રસ્ત થયા
  • ખંભાત મામલતદાર કચેરીએ ગ્રામ્ય, શહેરી કક્ષાએ વિવિધ ટીમ દ્વારા સરવે શરૂ કર્યો
  • આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરેલ લોકોને તેમના નિવાસસ્થાનોમાં પરત મોકલાયા

ખંભાતઃ અરબ સાગરમાં ઉઠેલ પ્રચંડ અને વિનાશકારી તૌકતે વાવાઝોડાની સીધી અસર ખંભાતના અખાતી પટ પર પણ જોવા મળી હતી. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા વિનાશકારી વંટોળે અને વરસાદને કારણે અનેક લોકોના જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું. તેમ જ અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સાથે જ અનેક મકાનોના છાપરા ઉડ્યા હતા. ખંભાતના ગ્રામ્ય પંથકમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી હતી. તો ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું

અનેક વીજ લાઈનમાં ભંગાણ પડતા વીજળીના થાંભલા તૂટી પડ્યા

આ પણ વાંચો- ઓલપાડ તાલુકામાં તૌકતેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન

2,000થી વધુ ગ્રામ્ય અને શહેરી કક્ષાના લોકોને નિવાસસ્થાનોમાં પરત મોકલાયા

ખંભાતમાં મોબાઈલ સેવા પણ ખોરવાઈ હતી. આ સાથે જ વીજ લાઈનમાં ભંગાણ થતાં 200 જેટલા વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા, જેના કારણે અનેક ગામમાં વીજળી ગઈ હતી. આ સાથે જ અહીં આશ્રયસ્થાનોમાં આશ્રય લેનાર 2,000થી વધુ ગ્રામ્ય અને શહેરી કક્ષાના લોકોને તેમના નિવાસસ્થાનોમાં પરત મોકલાયા હતા. જ્યારે મોબાઈલ અને ઈન્ટરનેટ સુવિધા ખોરવાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તાત્કાલિક ધોરણે સ્વયંસેવકોની ટીમ, N.D.R.Fની ટીમ તેમજ વિવિધ નોડલ અધિકારીઓ સહિત ખંભાત નગરપાલિકા કાઉન્સિલરો દ્વારા વિવિધ ટીમો બનાવી વૃક્ષો તેમજ વિવિધ વિજથંભો, બેનરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ખંભાતના શહેર તેમજ ગ્રામ્ય લેવલે મોબાઇલ તેમજ ઈન્ટરનેટ સેવા ખોરવાઈ

આ પણ વાંચો- તૌકતે વાવાઝોડું : મહુવામાં ડાંગરને મોટું નુકસાન, તૈયાર પાક વરસાદમાં ભીંજાયો

મામલતદાર કચેરીએ 20 ટીમ બનાવી

વાવાઝોડાની અસરને પગલે MGVCLની ટીમ દ્વારા તૂટેલી લાઈનનો ને જોડવાની તેમજ નવા વીજથંભો ગોઠવી વીજ પૂરવઠો ચાલુ કરવા માટેના તમામ પ્રયાસો હાથ ધરાયા હતા. વંટોળ તેમ જ વરસાદને કારણે ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોના ખેતપેદાશોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જ્યારે બાજરી, કેરી, સરગવો તેમ જ વિવિધ શાકભાજીને પણ ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. અનેક પશુપાલકોના પશુઓ પણ ભારે વાવાઝોડાને કારણે મૃત્યુ પામ્યા હતા, જેને લઈ ખેડૂતો તેમ જ પશુપાલકોમાં દુઃખની લાગણી વ્યાપી હતી. જ્યારે બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા 20 જેટલી વિવિધ ટીમ બનાવી ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ નુકસાન થયેલા વ્યક્તિઓના સરવેની કામગીરી હાલમાં હાથ ધરાઈ રહી છે, જેમાં ગ્રામ્ય કક્ષાએ 10 અને શહેરી કક્ષાએ 10 ટીમો હાલમાં સરવે કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

નુકસાનનું વળતર ચૂકવવા ડોર ટૂ ડોર સરવેની કામગીરી શરૂ

આ અંગે મામલતદાર મનુ હિહોર તથા ડિઝાસ્ટર અધિકારી પ્રદીપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સૌથી વાવાઝોડાને પગલે ખંભાત તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અમારી કચેરી દ્વારા નાયબ મામલતદાર સિનિયર ક્લાર્ક તેમ જ એન્જિનિયરોની વિવિધ 20 જેટલી ટીમ તૈયાર કરાવી હાલ ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ નુકસાનીનું વળતર ચૂકવવા અર્થે ડોર ટૂ ડોર સરવેની કામગીરી હાથ ધરાઈ રહી છે .સર્વે બાદ 2015ના જીઆર મુજબ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે

શ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરેલ લોકોને તેમના નિવાસસ્થાનોમાં પરત મોકલાયા

આંબાવાડિયામાં આંબાઓ તૂટી પડ્યા અનેક કેરીઓ ખરી પડી, લાખોનું નુકસાન

આ અંગે કાણિસા ગામના ખેડૂત અગ્રણી મનીષભાઈએ જણાવ્યું હતું કે, અમારા આંબાવાડિયામાં વાવાઝોડાને કારણે અનેક આંબાના વૃક્ષો તૂટી પડ્યા છે. હાલમાં આંબાવાડિયા ઉપર જે કેરીઓ હતી કે, તમામ કેરીઓ ભારે પવન અને વંટોળને કારણે ખરી પડતા આ વર્ષે અમોને લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે. જો સરકાર દ્વારા આ બાબતે વળતર અપાય તે અમારા માટે જરૂરી છે.

તમાકુ, સરગવા તથા બાજરીના પાકને ભારે નુકસાન

આ અંગે ઉંડેલ ગામના ખેડૂત અગ્રણી અરવિંદ પટેલના જણાવ્યા મુજબ, વાવાઝોડા અને વરસાદને કારણે અનેક ખેડૂતોની તમાકુ પલળી ગયો છે. તેમ જ પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઉપરાંત ઉદેલ પંથકમાં સરગવાની ખેતી ખેડૂતો સૌથી વધુ પ્રમાણમાં કરતા હોય તો સરગવામાં પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઉનાળુ બાજરી પણ વધુ વરસાદ અને વંટોળને કારણે પલળી જતા બાજરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ઉનાળાની સિઝન આ વખતે સૌથી વધુ ખરાબ જતા ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાની વેઠવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.