- ખંભોળજ પોલીસને મળેલી બાતમીના આધારે લાખોનો દારૂ ઝડપ્યો
- પોલીસે પાઇલોટિંગ કરતી ગાડી સાથે ત્રણ લોકો ની કરી અટકાયત
- 2892 જેટલી દારૂની બોટલોનો જથ્થો કર્યો સીલ
આણંદ: જિલ્લાના વ્હેરાખાડીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ખંભોળજ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. વ્હેરાખાડી પાસે હરિયાણા પાસિંગ કન્ટેનરમાં અંદાજિત બે હજાર કરતાં વધારે અંગ્રેજી શરાબની બોટલો સહિત ટ્રક, પાયલોટિંગ માટેની કાર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે.
આણંદમાં સિલાઈકામનાં દોરાની આડમાં લઈ જવાઈ રહેલો લાખોની કિંમતનો દારૂ ઝડપાયો ખંભોળજ પોલીસે શરૂ કરી તપાસપકડાયેલો દારૂનો જથ્થો સિલાઈ કામ માટે વપરાતા દોરાનાં બોક્સની આડમાં સંતાડીને લઈ જવામાં આવતો હતો. ત્યારે ખંભોળજ પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા કન્ટેનરમાં લઇ જવાતો અંગ્રેજી દારૂનો જથ્થો અને પાયલોટીંગ કરતી સફેદ મારુતિ અલ્ટો ગાડી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. અંદાજીત સાડા પાંચ લાખની કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો હાલ વાસદ પોલીસે કબજે લીધો છે અને આ કન્ટેનરમાં લઇ જવાતો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો, તે મામલે હાલ ખંભોળજ પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.