ETV Bharat / state

ચરોતર પર માવઠાની અસર ખેતીમાં નુકશાની, તો સ્વાસ્થ્ય સામે જોખમ - unseasonal rains

દક્ષિણમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 10 થી 12 ડિસેમ્બર દરમ્યાન કમોસમી વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી હતી. જેમાં શુક્રવાર સવારથી જ આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ છવાઇ ગયો હતો. દરમ્યાન મોડી સાંજથી મોટા ફોરાં અને સતત ઝરમરરૂપે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભર શિયાળામાં એકાએક માવઠાંથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો હતો. જોકે, માવઠાંના કારણે શિયાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચશેની ભીતિ જગતનો તાત વ્યકત કરી રહ્યો છે.

ચરોતર પર માવઠાની અસર ખેતીમાં નુકશાની, તો સ્વાસ્થ્ય સામે જોખમ
ચરોતર પર માવઠાની અસર ખેતીમાં નુકશાની, તો સ્વાસ્થ્ય સામે જોખમચરોતર પર માવઠાની અસર ખેતીમાં નુકશાની, તો સ્વાસ્થ્ય સામે જોખમ
author img

By

Published : Dec 12, 2020, 8:45 PM IST

  • માવઠાંના કારણે બેવડી ઋતુની સીઝન સર્જાઇ
  • માવઠાંથી અસરગ્રસ્ત ધાન્ય પાકોના વેચાણમાં પણ ભારે નુકસાની
  • ધરતીપુત્રોની હાલત કફોડી બની
  • આણંદ પંથકમાં 20 કલાકમાં 1 ઇંચ કમોસમી વરસાદ

આણંદ : દક્ષિણમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 10 થી 12 ડિસેમ્બર દરમ્યાન કમોસમી વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી હતી. જેમાં શુક્રવાર સવારથી જ આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યાનું જોવા મળ્યું હતું. બપોર સુધીમાં તો વરસાદી માહોલ છવાઇ ગયો હતો. દરમ્યાન મોડી સાંજથી મોટા ફોરાં અને સતત ઝરમરરૂપે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરશિયાળામાં એકાએક માવઠાંથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો હતો. જોકે, માવઠાંના કારણે શિયાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચશેની ભીતિ જગતનો તાત વ્યકત કરી રહ્યો છે.

ચરોતર પર માવઠાની અસર ખેતીમાં નુકશાની
ચરોતર પર માવઠાની અસર ખેતીમાં નુકશાની
માવઠાંના કારણે બેવડી ઋતુની સીઝન સર્જાઇ

ચરોતર પંથકમાં કમોસમી માવઠાંના કારણે બેવડી ઋતુની સીઝન સર્જાઇ છે. જેના કારણે તમાકુ, મરચી, ટામેટી, બાજરી, ઘંઉ, ઘાસચારો, વિવિધ શાકભાજી સહિતના પાકોમાં નુકસાન થવાની સાથે રોકડિયા પાક તમાકુ ઉંઘી જવાનો ભય વ્યાપ્યો છે. ખેડૂતોના મતે મરચી, ટામેટીના પાકમાં તેનાં પાન કોકડાઇ જવાથી પાકનો વિકાસ અટકી જાય છે અને કમોસમી વરસાદનું પાણી અડવાથી પાનમાં જીવાત પડવાની ભીતિ વચ્ચે ખેડૂત સમુદાય ચિંતિંત બન્યો છે.

નુકસાનની શકયતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી

ઉલ્લેખનીય છે કે, ગત સીઝનમાં વરસાદથી નુકસાની પામેલા ખેડૂતોને સરકાર તરફથી સર્વ કરાયા બાદ સહાય આપવામાં આવી હતી. આથી ખેડૂતોએ પાક માટે કરેલ ખર્ચમાં સહાયરુપી રાહત સાંપડી હતી. પરંતુ ગત રોજ ચાલુ સીઝનમાં આફતરુપી માવઠાંથી હવે ખેડૂતોની હાલત દયનીય બની છે. માવઠાંથી અસરગ્રસ્ત ધાન્ય પાકોના વેચાણમાં પણ ભારે નુકસાની વેઠવી પડશેની ચિંતા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. કોરોના મહામારીમાં પાકના નીચા ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી વધુ એક વખત રડવાનો વારો આવ્યો છે. પાક અને શાકભાજીની શરુઆત થવા પામી છે ત્યારે તેમાં નુકસાનની શકયતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઇ છે.

ચરોતરના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિભર ઝરમર માવઠું

ગુરૂવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું સર્જાશેની સંભાવના પણ વ્યકત થતી હતી. દરમ્યાન મોડી સાંજથી માવઠાંએ વરસવાની શરુઆત કરી હતી. જેના કારણે શાકભાજી, તમાકુ, ટામેટા, બાજરી, ઘંઉ સહિતના પાકોની ભારે નુકસાની પહોચશેનો અંદાજ ખેડૂતો મૂકી રહ્યા છે. આણંદ સહિત મોટાભાગના પંથકમાં રાત્રિભર ઝરમર માવઠું વરસતું રહ્યું હતું. બપોરે 2 વાગ્યા બાદ ઝરમર થંભી હતી. ચોમાસાની ઋતુમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે પાક નુકસાનીનો માર સહન કરનાર ખેડૂતોને સહાય મળી હતી. પરંતુ હવે પુન: માવઠાંના કારણે થનાર પાક નુકસાની રાતા પાણીએ રોવડાવશેની ભીતિ ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

આણંદ પંથકમાં 20 કલાકમાં 1 ઇંચ ઉપરાંત કમોસમી વરસાદ

કમોસમી વરસાદની સૌથી વધુ અસર આણંદ શહેર સહિત પંથકને થવા પામી છે. શુક્રવારે સાંજે 6 થી શનિવારે બપોરે 2 કલાક દરમ્યાન આણંદ તાલુકામાં 1.1 ઇચ કમોસમી વરસાદ નોંધાયો છે. જયારે આંકલાવમાં 0.5, ઉમરેઠમાં 0.4 ,ખંભાતમાં 0.3 ,તારાપુરમાં 0.3 , પેટલાદમાં 0.13 , બોરસદમાં 0.13 અને સોજીત્રામાં 0.4 ઇંચ માવઠું વરસ્યું હતું.

માવઠાં બાદ ઠંડી વધતા શરદી, તાવ સહિતના દર્દીઓ વધશે

આણંદ, જિલ્લામાં દિવાળી બાદ કોરોના વકર્યો હતો. તેમાય શિયાળામાં કોરોના સંક્રમણની ગતિ વધુ વધવાની આરોગ્ય તંત્ર દ્વારા નિર્દેશ આપીને લોકોને જાગૃતતા કેળવવા અપીલ કરી હતી. જોકે, ચરોતરમાં હજી જોઇએ તેવો શિયાળો જામ્યો ન હતો. ત્યાં માવઠાંના કારણે સમગ્ર માહોલમાં ઠંડક વ્યાપી છે. આથી બે-ત્રણ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે. જેના કારણે શરદી, ઉધરસ, તાવ સહિતની ઋતુજન્ય બિમારીના કેસોમાં વધારો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.