આણંદઃ લોકડાઉન-4માં આપવામાં આવેલા છૂટછાટમાં જાણે આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ ભ્રમણ કરી રહ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.
શરૂઆતમાં આણંદ જિલ્લામાં ખંભાત અને ઉમરેઠ બે વિસ્તારો પુના હોસપોટ બન્યા હતા, પરંતુ લોકડાઉન-4માં ત્રણોલ અને સોજિત્રામાં નવા કેસ સામે આવતા જિલ્લામાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.
આણંદ જિલ્લો કોરોના મુક્ત બને તે દિશામાં આગળ વધે છે, ત્યારે નવા કેસ સામે આવી જતા તંત્રની આશા પર જાણે પાણી ફરી વળ્યુ હોય તેવી પરીસ્થીતી દેખાઈ રહી છે 14 એપ્રિલ સુધી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ હતો નહિ,ત્યારબાદ ગામડીમાં એક દર્દીને હાડગુડમાં ત્રણ દર્દી નવાખલ,આંકલાવમાં કેસ સામે આવતા તંત્ર દોડતું થયુ હતું બાદમાં ખંભાત અને ઉમરેઠે તંત્રને દોડતું કર્યું અને જિલ્લો રેડ ઝોનમાં મુકાયો હતો.જ્યારે ઉમરેઠ, આંકલાવ અને નવખલમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત કરવામાં તંત્ર ને સહાયતા મળી હતી તો બીજી તરફ અગ્રઆરોગ્ય સચિવ જ્યેન્તિ રવીની આણંદ જિલ્લાની મુલાકાત બાદ ખંભાતમાં કેસમાં નોંધનીય ઘટાડો થયો હતો.
હાલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પતિ સહિત ઘરના અન્ય સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સોજીત્રા નગરપાલિકા દ્વારા તેના રહેઠાણ વિસ્તારમાં સેનીટાઇઝરની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા સોજીત્રામાં આવેલા પોઝિટિવ કેસથી નગરમાં ભયનો માહોલ સર્જાયો હતો.