ETV Bharat / state

બાળકોના શરીર પર લોકડાઉનની અસર જાણો, કેવી રીતે રાખશો ધ્યાન ? - મેદસ્વીતાનો ભોગ

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશમા ન ફેલાય તે માટે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું અને ત્યાર બાદ અર્થતંત્રને વેગવાન બનાવવા સરકારે અનલોક લાગુ કર્યું હતું, જેમાં બજાર અને વ્યવસાય રોજગારને વેગ મળ્યો. આ તમામ વચ્ચે લોકડાઉનની સીધી અસર બાળકોના સ્વસ્થ પર પણ પડી રહી છે.

બાળકોના શરીર પર લોકડાઉનની અસર
બાળકોના શરીર પર લોકડાઉનની અસર જાણો, કેવી રીતે રાખશો ધ્યાન ?
author img

By

Published : Sep 8, 2020, 11:12 PM IST

Updated : Sep 9, 2020, 1:26 PM IST

આણંદઃ જે પ્રમાણે કોરોના વાઇરસના કારણે લોકડાઉન અને તે બાદ નાગરિકોના મનમાં રહેલો કોરોનાનો છૂપો ભય બાળકોને બહાર જતા રોકી રહ્યો છે, જેના કારણે બાળકોની સ્કૂલ કોલેજ બંધ છે. શેરી મહોલ્લામાં બાળકોની કિલકારી ગુજતી બંધ થઈ ગઈ છે, બાળકો હવે વધુ સમય ઘરમાં સમય પસાર કરતા બન્યા છે.

બાળકોના શરીર પર લોકડાઉનની અસર જાણો, કેવી રીતે રાખશો ધ્યાન ?
બાળકોના શરીર પર લોકડાઉનની અસર જાણો, કેવી રીતે રાખશો ધ્યાન ?

ઉલ્લેખનીય છે કે જ્યારે લોકડાઉનની સીધી અસર બાળકોની દિનચર્યા પર પડી છે, જેના કારણે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું દેખાઈ રહ્યું છે! આ અંગે માહિતી આપતા આણંદ ઝાયડ્સ હોસ્પિટલના નિષ્ણાત ડો. પરાગ પટેલે ટીવી ભારતને જણાવ્યું કે, ભારત દેશ વિશ્વમાં બાળ મેદસ્વિતામાં બીજા ક્રમે આવે છે. જેનું મુખ્ય કારણ છે છેલ્લા 20 વર્ષમાં પરંપરાગત ખોરાકમાં આવેલ બદલાવ અને બાળકોનું જંક ફૂડ પ્રત્યેનું આકર્ષણ મોટાભાગે બાળકોમાં ઠંડાપીણાં, પીઝા, કેક, પેસ્ટ્રી, બર્ગર જેવા હાઈ કેલરી ખોરાકનું ચલણ ખૂબ વધવા પામ્યું છે. સાથે જ કોરોના મહામારીના કારણે બાળકોનું ઘર બહાર જવાનું તથા રમતગમતમાં પસાર થતો સમય બંધ થઈ હવે ઘરમાં રહેવા પર મજબૂર બન્યા છે.

ડો.પરાગ પટેલના જણાવ્યા પ્રમાણે 30 ટકા જેટલા બાળકો દિવસ દરમિયાન ત્રણ કલાકથી વધુ સમય ટીવી જોવામાં વ્યતીત કરે છે, જ્યારે 25 ટકા જેટલા બાળકો મોબાઇલ અને કોમ્પ્યુટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરી બેઠાડું જીવન જીવતા બન્યા છે. જેની સીધી અસર તેમના શરીર પર થઈ રહી છે. શારીરિક કસરત અને હલન ચલન બંધ થવાના કારણે બાળકોના શરીરમાં કેલરીનો વપરાશ થતો બંધ થયો અને તે કેલેરી સીધી ચરબી બની શરીરમાં જમા થવા લાગી, લોકડાઉન સમય દરિમયાન બાળકોના વજનમાં વધારો થવા પાછળનું તે મુખ્ય કારણ છે.

બાળકોના શરીર પર લોકડાઉનની અસર

કોરોના મહામારીના કારણે જ્યારે લોકડાઉનની સીધી અસર બાળકો પર દેખાઈ રહી છે, જેને લઇ ઘણી ગંભીર બીમારીના પણ બાળકો ભોગ બની શકે છે, ડોક્ટર પરાગના જણાવ્યા અનુસાર બાળકોના નિયમિત દિનચર્યામાં આવતા આવા બદલાવના કારણે બાળકો મેદસ્વીતાનો ભોગ બની શકે છે, જેના કારણે બાળકોમાં નાની ઉંમરે બ્લડપ્રેશર, લીવર પર ચરબી જામવી, બાળકોના શારીરિક વૃદ્ધિમાં અવરોધ ઉભા થવા, બાળકોને સાંધાના દુખાવાની તકલીફ થવી, અસ્થમા , ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સાથે બાળકોના માનસ પર પણ આની સીધી વિપરિત અસર થતી હોય છે, જેના કારણે બાળકો ડિપ્રેશનનો ભોગ બનવાની શક્યતાઓ રહેતી હોવાનું તેમણે જણાવ્યુ હતું. સાથે જ તેમણે બાળકોને આ મુસીબતના સમયમાંથી બહાર કાઢવા માટે તથા લોકડાઉનમાં બદલાયેલી જીવનશૈલીમાં પરિવાર અને ઘરના સભ્યોને બાળકો સાથે વધુ સમય પસાર કરવા અને ધરમાજ તેને શારીરિક કસરત ભાગદોડ તથા અન્ય આવશ્યક એક્ટિવિટી કરાવવા સાથે બાળકોને આપવામાં આવતા ખોરાક પર પૂરતું ધ્યાન આપવા માટે જણાવ્યું હતું.

ડો. પરાગ પટેલના જણાવ્યા અનુસાર બાળકોને હાઈ પ્રોટીન ડાયટ આપવો જોઈએ નહીં, અત્યારે જે પ્રમાણે બાળકો ફાસ્ટફૂડ તરફ વધુ આકર્ષિત થતા હોય છે, તેના બદલે બાળકોને સ્વાસ્થ માટે ઉપયોગી ખોરાક આપવા સાથેજ લીલા શાકભાજી, કઠોળ, ફળ અને વધુ ફાયબર ધરાવતો ખોરાક આપવો જોઈએ જેથી તેમનો BMR જળવાઈ રહે અને તે મેદસ્વીતાનો ભોગ બને નહિ.

બાળકોના સ્વાસ્થ પર વિસ્તૃત જાણકારી આપતા મિસ નેશન ઉદીતા તનવરએ etv bharatને જણાવ્યું કે, લોકડાઉનમાં બાળકોનું હલનચલન બિલકુલ નહિવત બની ગયું છે. જેના કારણે બાળકોમાં બિનજરૂરી બોડીફેટ જમા થવા લાગે છે, જે તેમના સ્વસ્થ માટે ખૂબ મોટું જોખમરૂપ કહી શકાય. જેથી પરિવારે બાળકો માટે ધ્યાન આપવાની સલાહ તેમને આપી હતી અને બાળકોને ઇનડોર ગેમ અને એક્ટિવિટી કરાવવા તેમને બહાર આપ્યો હતો, જેથી બાળકોના શરીરમાં ચરબીનો ભરાવો ન થાય અને તેમને ઓબેસિટીનો ભોગ બનતા અટકાવી શકાય.

Last Updated : Sep 9, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.