- આણંદ જિલ્લામાં સૌથી વધુ કોવિડ દર્દીઓને આપતી હોસ્પિટલ કરમસદ મેડિકલ
- 350થી વધુ દર્દીઓને સારવાર આપી રહી છે તબીબોની ટીમ
- મધ્યમ ઉંમરના દર્દીઓ વધુ ગંભીર પરિસ્થિતિમાં મુકાય છે
- નાના બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે સંક્રમણ
આણંદઃ કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે, આણંદ જિલ્લામાં ઓગસ્ટ 2021માં પ્રથમ 23 દિવસમાં 1,066 દર્દીઓ સંક્રમણનો ભોગ બની ચૂક્યા હોવાની નોંધણી સરકારી રેકોર્ડ પર થઈ ચૂકી છે. જિલ્લાના સ્મશાનમાં 24 કલાક અગ્નિસંસ્કાર ચાલું રાખવું પડી રહ્યું છે, તેવી પરિસ્થિતિમાં આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં 350 કરતા વધારે દર્દીઓને સારવાર આપતી ડો. વૈશ્નવ અને તેમની ટીમ દ્વારા કોવિડ દર્દીઓની સ્થિતિ અને લાગણીઓને ખૂબ નજીકથી અનુભવી છે.
આ લહેરમાં બેથી ત્રણ દિવસમાં જ દર્દીઓના ફેફસાને સંક્રમિત કરે છે
ETV Bharat દ્વારા કરમસદ મેડિકલના ડો. વૈશ્નવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં ડો. વૈશ્નવ દ્વારા કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની પરિસ્થિતિ અને ઉભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, ડો. વૈશ્નવે ETV Bharatને જણાવ્યું હતું કે, રાજ્ય અત્યારે કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ લહેર આગળની લહેર કરતા અલગ તરી આવે છે. આ લહેરમાં બેથી ત્રણ દિવસમા જ દર્દીઓના ફેફસાને સંક્રમિત કરે છે અને તેમને હાઈફોકસીયા થઈ જાય છે. દર્દીઓની હાલત ગંભીર બનતા તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.
નાના બાળકો, નવજાત બાળકો અને તરુણોમાં પણ વધારે ગંભીર લક્ષણો જોવા મળે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉની લહેરમાં નાના બાળકોમાં સંક્રમણ ઓછું જોવા મળતું હતું પરંતુ આ લહેરમાં નાના બાળકો, નવજાત બાળકો અને તરુણોમાં પણ વધારે ગંભીર લક્ષણો જોવા મળે છે, આવા દર્દીઓને ફેફસામાં વાઇરસનું ઈનવોલમેન્ટ વધી જવાથી સંબોસિસ (લોહી નું ગંઠાઈ જવું) વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેથી દર્દીઓમાં લકવા, હાર્ટ અટેક, અને પગની બીમારીઓ જોવા મળે છે, ઘણા કિસ્સામાં દર્દીના પગમાં બ્લડ કોટના કારણે ગેગ્રીન થતાં પગ કાપવાની સ્થિતિ પણ ઉદભવે છે.
આ પણ વાંચોઃ કોરોનાનો કહેર, મૃત્યુદર વધતા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાગી લાઈન
બીમારી ખૂબ ઝડપથી વધી રહી છે
ડૉ વૈશ્નવના જણાવ્યા પ્રમાણે આ બીમારી ખૂબ ઝડપથી વધી રહી છે, તેની માત્રા વધારે છે અને તે નાની ઉંમરના દર્દીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહે છે. આ બીમારીના લક્ષણોમાં વ્યાપક બદલાવ જોવા મળી રહ્યા છે, પહેલાના દર્દીઓની સરખામણીમાં અત્યારના દર્દીઓના લક્ષણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
ETV Bharat: આ લહેરમાં પ્રજાએ કેવી સાવચેતી રાખવી જોઈએ ?
ડો. વૈશ્નવના જણાવ્યા પ્રમાણે વર્તમાન કોવિડના સંક્રમણથી બચવા માટે દરેક માણસે કોવિડની એપ્રોપ્રિએટ ગાઈડલાઇનનું ચૂસ્ત પાલન કરવું જોઈએ, હાથ ધોવા, માસ્ક પહેરવું, મોઢું ધોવું, કોગળા કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, સ્વસ્થ રહેવા સાથે પૂરતો પૌષ્ટિક ખોરાક લેવાની ડોકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ETV Bharat: કોરોનાની વેક્સિન કેટલી અસરકારક છે ?
ડો. વૈશ્નવના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાં આપવામાં આવતી બન્ને રસી પોતપોતાની રીતે યોગ્ય અસરકારક છે, સામાન્ય અવલોકન પ્રમાણે દર્દીઓ જ્યારે રસીના બન્ને ડોઝ એક જ પ્રકારની રસીના લે તો તેમાં કોરોનાના સંકરણમાં 60થી 70 ટાકા અસરકારક સાબિત થઇ રહી છે, જેથી કહી શકાય કે રસી લીધા બાદ જો કોઈ કોરોના સંક્રમણનો ભોગ બને છે તો તેને કોરોનાની ઓછી અસર થાય છે. જે માઈલ્ડ સિમટમ્સ બને છે, માટે ડો. વૈશ્નવ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે વધુમાં વધુ લોકો રસીના બન્ને ડોઝ લઈને ખોટી માન્યતાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી.
ETV Bharat: રેમડેસીવીર ઇન્જેક્શન કોરોનાનો રામબાણ ઈલાજ છે?
એપ્રિલ માસમાં કોરોના દર્દીઓમાં ઓક્સિજનની ઘટ થવી અને ફેફસામાં ઇન્ફેક્શન લાગવાના લક્ષણો જોવા મળી રહે છે ત્યારે રેમડેસીવીર ઇન્જેક્શન એક એન્ટિવાયરલ દવા છે. જે કોરોના સંક્રમણમાં પ્રાથમિક અને માઈલ્ડ લક્ષણોના દર્દીઓમાં વાઇરસની અસર ઓછી કરે છે પરંતુ જ્યારે દર્દીને ગંભીર લક્ષણો દેખાવા લાગે છે ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. આ સંજોગોમાં જ્યારે દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે તે બચી જશે એ માની લેવું જોઈએ નહીં, દર્દીની સારવારમાં રેમડેસીવીર એક ઉપયોગી દવા છે પણ એ રામબાણ ઈલાજ નથી. માટે દર્દીઓના સગા અને દર્દીએ આ ઇન્જેક્શન ન મળવા કે આપ્યા બાદ અસર ન થતાં અફસોસ રાખવો જોઈએ નહીં તેવી ડૉક્ટર વૈશ્નવ દ્વારા અપીલ કરવા આવી હતી.
આ પણ વાંચોઃ જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
ETV Bharat: રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શુ વધારો કરવો જોઈએ?
ETV Bharatના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેના ETV Bhara પર ડો. વૈશ્નવ દ્વારા ખૂબ ટેક્નિકલ જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રમાણે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે તે પ્રમાણે દરેક સ્તરે સરકારે સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ. હોસ્પિટલમાં દર્દીઓને જોઈ આંખમાં આસું આવી જાય છે, શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જેમાં ટર્શરી(ગંભીર દર્દીઓ) સારવારની જરૂરવાળા દર્દીઓ આવે છે. સામાન્ય તાવ, શરદી અને સામાન્ય લક્ષણોના દર્દી અહીં આવતા નથી જે દર્દીઓને યોગ્ય સારવારની જરૂર છે તેવા દર્દીઓને જરૂરી સારવાર મળે તે આવશ્યક છે તેમ ડોક્ટર વૈશ્નવ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
ETV Bharat: તંત્રએ કેવી રીતે તૈયાર થવું જોઈએ?
તંત્રની તૈયારીઓ અંગે ડો. વૈશ્નવે જણાવ્યું હતું કે, તંત્રએ જે પ્રકારના દર્દીઓને સારવારની જરૂર હોય તેવી સુવિધાઓ ઉભી કરવી જોઈએ. ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે હોમ ક્વોરેન્ટાઇન કરી જરૂરી દવાઓ અને સારવાર ઘરે જ મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ. મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓને સમરસ કે તેના જેવી સુવિધાઓ મળી રહે તેવી જગ્યાએ મેડિકલ સ્ટાફની ઉપસ્થિતમાં સારવાર આપવી જોઈએ. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને વેન્ટિલેટર અને ICU જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી તૈયારીઓ કરવી જોઈએ.