ETV Bharat / state

ખંભાતમાં હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ બન્ને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, પોલીસે બન્નેના લીધા નિવેદનો

author img

By

Published : Jun 25, 2021, 6:51 PM IST

ખંભાતની સૈયદવાડા માં રહેતી મુસ્લિમ યુવતીને હિંદુ યુવક દ્વારા ભગાડી જવાના મામલે ધાર્મિક સ્વતંત્રતા સુધારા અધિનિયમ હેઠળ ધર્માંતર મામલે ગુનો નોંધવાની માગ સાથે ગઈકાલે યુવતીના પરિવારજનો અને ધર્મગુરુઓ દ્વારા આણંદ કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યા બાદ પોલીસે ગઇકાલે મોડી સાંજે મહેમદાવાદ પોલીસ સ્ટેશનેથી યુવતીના નિવેદનો નોંધ્યા હતા.

ખંભાતમાં હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ બન્ને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં થયા હાજર

ખંભાતમાં હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ પોલીસ દ્વારા યુવતીના નિવેદનો નોંધાયા

યુવક-યુવતી મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થયા

આણંદ: ખંભાતના સૈયદ વાડામાં રહેતી ફરમીનબાનું મહંમદ ફુરકાન સૈયદ મુસ્લિમ યુવતીને હિન્દૂ યુવક ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે ભાગી જઇ લગ્ન કર્યા હતા અને યુવતીને પોતાના પિતા તેમજ પરિવારજનોને અને કેટલાક સ્થાનિક લોકો દ્વારા તેણીના પતિના તથા પતિના પરિવારને જાનથી ખતરો હોવાની અરજી પોલીસ અધિક્ષક અને ખંભાત સીટી પોલીસ મથકમાં કરી હતી.

યુવતીએ લગ્ન પોતાની મરજીથી કર્યા હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો

યુવતીએ આ લગ્ન પોતાની મરજીથી કર્યા હોવાનો 30 સેકન્ડનો વિડીયો પણ તેણે વાયરલ કર્યો હતો. ત્યારબાદ આ બનાવ અંગે ગઈકાલે યુવતીના પિતા તેમજ સમસ્ત ખંભાત મુસ્લિમ સમાજ દ્વારા આ ઘટનામાં ધાર્મિક સ્વતંત્રતા સુધારા અધિનિયમનો ભંગ થતો હોઇ ધર્માતર ધારા હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ અધિક્ષક અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

પોલીસ યુવતીના માતા-પિતાને પણ મહેમદાવાદ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી

ગુરુવારે મોડી સાંજે ખંભાત સીટી પોલીસ દ્વારા મહેમદાવાદ પોલીસ મથકે ફરમીનબાનું અને ઉત્કર્ષ પુરાણી હાજર થતા પોલીસે બન્નેના નિવેદનો નોંધ્યા હતા. ત્યારબાદ પોલીસ યુવતીના માતા-પિતાને પણ લઈને મહેમદાવાદ પોલીસ મથકે પહોંચી હતી. પરંતુ યુવતીએ તેના માતા-પિતાને મળવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી તેના માતા-પિતા યુવતીને મળી શક્યા ન હતા. આમ પોલીસે આ બનાવમાં યુવતી અને ઉત્કર્ષ પુરાણીના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવક અને યુવતી મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે

આ અંગે ખંભાતના નાયબ પોલીસ અધિક્ષક ભારતીબેન પંડયાના જણાવ્યા મુજબ, યુવક અને યુવતી બન્ને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. યુવતી ફરમીનબાનુ સૈયદ પોતે આપેલા નિવેદનમાં જણાવે છે કે, તે પુખ્ત વયની છે તેણે તેની સ્વેચ્છાએ અને મરજીથી કોઈના પણ દબાણ કે ધાક ધમકી વિના લગ્ન કર્યા છે તેમ તેણે પોલીસને નિવેદન આપતા પોલીસે યુવતી ફરમીનબાનુને ઉત્કર્ષ પુરાણી સાથે મોકલી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.