ETV Bharat / state

અમેરિકામાં ફરી લેવાયો ગુજરાતીનો ભોગ - અમેરિકા

અમેરિકામાં લોકલ ક્રાઈમનો વધુ એક ગુજરાતી વેપારી ( Murder of Gujarati businessman in America) ભોગ બન્યો છે. અમેરિકામાં લૂંટ કરવા આવેલા શખ્સોએ આણંદના પ્રયેસ પટેલ નામના યુવકની ગોળી મારી હત્યા કરી હતી.

અમેરિકામાં ફરી લેવાયો ગુજરાતીનો ભોગ
અમેરિકામાં ફરી લેવાયો ગુજરાતીનો ભોગ
author img

By

Published : Jun 17, 2022, 1:12 PM IST

Updated : Jun 17, 2022, 3:28 PM IST

આણંદઃ અમેરિકામાં લોકલ ક્રાઇમનો વધુ એક ગુજરાતી વેપારી ( Murder of Gujarati businessman in America)ભોગ બન્યો છે. મૂળ સોજીત્રાના વતની અને વર્ષોથી વિધાનગરમાં રહેતા પરીવારનો પુત્ર પ્રિયેશ પટેલ વર્ષો થી અમેરિકાના વર્જિનિયા પ્રાંતમાં(Murder in Virginia USA)સ્થાયી થયેલ હતા. જ્યા તેઓ એક સ્ટોર ચલાવતા હતા જ્યાં ગુરુવારે સાંજના સમયે લૂંટના ઇરાદે આવેલ એક વ્યકિતએ સ્ટોરના માલિક પ્રેયશ પટેલ અને તેના કર્મચારીની પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી.

હત્યા

બે વ્યક્તિઓની ગોળી મારી હત્યા કરી - બુધવારે સાંજે સ્ટોરની અંદર 7-ઈલેવનના માલિક પ્રેયસ પટેલ અને અન્ય એક કર્મચારીને જીવલેણ ગોળી માર્યા બાદ ન્યૂપોર્ટ ન્યૂઝ પોલીસ ડબલ હત્યાની તપાસ કરી(Murder of Patel youth in America) રહી છે. પોલીસે આપેલ માહિતી અનુસાર, કિલનક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં ગઈકાલે રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે. જ્યાં કોઈ અજાણ્યા લૂંટારૂ દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિઓની ગોળી મારી હત્યા (murdered in America)કરી દીધા હોવાની જાણકારી આપવામાં આવી હતી ઘટનામાં પોલીસે ઝીણવપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ધુળે નજીક ગુજરાતી હીરાના વેપારીની હત્યા

એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બન્નેનું મૃત્યુ - વધુમાં જણાવતા સ્થાનિક પોલીસ વડા એ કહ્યું કે જ્યારે પોલીસ પહોંચી, ત્યારે લૂંટારૂએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત હોવાનું ડોકટર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનુ ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બન્નેનું મૃત્યુ થયું હતું. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો સરું કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય કોઈ માહિતી આ સમયે બહાર પાડવામાં આવી નથી, પરંતુ WAVYના એન્ડી ફોક્સ વધુ જાણવા માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Sidhu Musewala Murder Case : સિદ્ધુ મુસેવાલાના પિતા અમિત શાહને મળશે

સ્ટોરમાં હાજર બન્નેને ગોળી મારી - પોલીસ વિભાગનું કહેવું છે કે પોલીસ વડા સ્ટીવ ડ્રૂ ગોળીબારના જવાબમાં ગુરુવારે સાંજે 4:30 વાગ્યે સ્ટોરના વિસ્તારમાં કેરવૉક યોજશે અને માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બન્નેને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ત્યાં સર્વેલન્સ વીડિયો છે જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતેજોઈ રહ્યા છે અને તેનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે.

પરિવાર આણંદના વિદ્યાનગરમાં સ્થાયી - પ્રેયસ પટેલનો પરિવાર આણંદના વિદ્યાનગરમાં સ્થાયી થયા છે અને હાલ તેમના ભાઈ તેજસ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં વિધાનગર શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અચાનક વિદેશમાં ભાઈ સાથે બનેલી ઘટનાની જાણ થતા હાલ પરિવાર અમેરિકા જવા માટે રવાના થઈ ગયા છે. સમગ્ર મામલે પરિવાર એક ઘેરા શોકમાં પડ્યો છે.

Last Updated : Jun 17, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.