- દીપ્તિ ભટનાકરે etv bharat સાથે કરી વાતચીત
- ગુજરાતના ટુરીઝમ મોડેલના કર્યા વખાણ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ રણોત્સવના કર્યા વખાણ
આણંદઃ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનું ટુરીઝમ અત્યારે મોખરે આવી રહ્યું છે. વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે, પછી ગુજરાતની સાંસ્કૃતિક વારસાની પ્રતીતિ કરાવતું અને સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવા ઉત્સવમાં પરિવર્તીત થયેલા કચ્છના રણનો રણોત્સવ હોય, ગુજરાત અત્યારે વિશ્વસ્તરે એક ટુરિસ્ટ એટ્રેકશન બનીને ઉભરી આવ્યું છે. ત્યારે બોલિવુડ અભિનેત્રી અને યાત્રી તરીકે પ્રખ્યાત થયેલી દીપ્તિ ભટનાગર સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી.
દીપ્તિ ભટનાકરે etv bharat સાથે કરી વાત
દીપ્તિએ ગુજરાત ટુરીઝમ વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાત અત્યારે વિશ્વ સ્તરે ટુરીઝમ ક્ષેત્રે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે. વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં પણ ગુજરાતમાં કેવડિયા ખાતે બનાવવામાં આવી છે. જ્યારે કચ્છમાં ઉજવાતો રણોત્સવ અને હેરિટેજ સિટી અમદાવાદ સાથે તેમણે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને ગુજરાતના કલ્ચરથી પ્રભાવિત હોવાની વાત જણાવી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા ટુરીઝમ ડેવલોપમેન્ટ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, તેના ફળસ્વરૂપ આજે ગુજરાતમાં વિશ્વ સ્તરના મુલાકાતીઓ આવવા લાગ્યા છે.
ગુજરાતનું કલ્ચર રજૂ કરાયું
ઉલ્લેખનીય છે કે, દીપ્તિ આણંદ ખાતે મધુભાન રિસોર્ટમાં ઉજવાઇ રહેલા એક કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહી હતી. જ્યાં ગુજરાતની જાણીતી મહિલાઓ દ્વારા ગુજરાતના કલ્ચરને રજૂ કરવામાં આવ્યું હતું.