- આણંદ જિલ્લાના નાર ખાતે આવેલી ગોકુલધામ નાર દ્વારા 130 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની વ્યવસ્થા ઉભી કરાઈ
- અંદાજીત 1 કરોડના ખર્ચે વિદેશમાં રહેતા નાગરિકોના સહયોગથી મશીનની આયાત કરાઈ
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા
આણંદ : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા અનેક ધાર્મિક સંસ્થાઓ અને NGO આગળ આવી રહ્યા છે. NRIનો વિસ્તાર કહેવાતો આણંદ જિલ્લો પણ કોરોના મહામારીના સંક્રમણમાં બાકાત રહ્યો નથી, ત્યારે વિદેશમાં વસતા નાગરિકો હવે ધાર્મિક સંસ્થાઓ થકી મહામારીના સમયમાં સેવા કરવા આગળ આવી રહ્યા છે. આણંદ જિલ્લાના નાર પાસે આવેલા ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ દ્વારા લોક ભાગીદારીથી 130 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મેળવી સમાજમાં દર્દીઓની સેવામાં અર્પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : નાર ગોકુલધામ ખાતે 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ
સાંસદ સભ્ય તથા જિલ્લા પ્રમુખની ઉપસ્થિતમાં આ મશીનનું વિતરણ કરાયું
મૂળ અમેરિકાના રહેવાસી ડૉ. અરવિંદ પટેલ દ્વારા વિદેશમાં રહેતા ભારતીયોની મદદથી 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને અન્ય 30 જેટલા મશીન લોકભાગીદારીથી નાર ગોકુલધામ ખાતે મોકલી આપ્યા છે. જે જરૂરિયાત મુજબ કોવિડ કેર કેન્દ્રો ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગોકુલધામ કેમ્પસના સ્વામી ગણના પ્રમુખ સ્થાને સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ ગોકુલધામ નાર ખાતે સાંસદ સભ્ય મિતેશ પટેલ તથા જિલ્લા પ્રમુખ વિપુલ પટેલની ઉપસ્થિતમાં આ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.