ETV Bharat / state

GCMMF AMUL Chairman : અમૂલમાં ફરી ચાલશે પટેલ અને હુંબલનું શાસન, ચેરમેન અને વાઈસ ચેરમેન પદે થઈ વરણી - AMUL Chairman Shamal Patel

આણંદમાં અમૂલ ફેડરેશનના ચેરમેન (AMUL Chairman Shamal Patel ) અને વાઈસ ચેરમેન પદની ચૂંટણી પૂર્ણ થઈ હતી. ત્યારે હવે આ બંને પદ પર રહેલા લોકોને જ રિપીટ કરવામાં ( Vice Chairman Vamalji Humbal) આવ્યા છે. એટલે ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે વાલમજી હુંબલનું સ્થાન યથાવત્ રહ્યું હતું. ત્યારે આ મામલે તેમણે શું કહ્યું આવો જાણીએ.

GCMMF AMUL Chairman અમૂલમાં ફરી ચાલશે પટેલ અને હુંબલનું શાસન, ચેરમેન અને વાઈસ ચેરમેન પદે થઈ વરણી

author img

By

Published : Jan 24, 2023, 7:17 PM IST

નાયબ કલેક્ટર રહ્યા ઉપસ્થિત

આણંદઃ ગુજરાત કૉ-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)માં ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે હવે GCMMFLના ચેરમેનપદે શામળ બી. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેઓ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન છે. તેમના નામનો પ્રસ્તાવ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડના ચેરમેન અશોક બી. ચૌધરીએ મૂક્યો હતો. ત્યારે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડનાના ચેરમેન રામસિંહ પરમારે તેમને ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો નવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ, દુધની ખરીદ કિંમતમાં વધારો

વાઈસ ચેરમેન પણ રિપીટઃ જ્યારે GCMMFLના વાઈસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલની વરણી કરવામાં આવી છે. જેઓ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડના ચેરમેન છે. તેમના નામનો પ્રસ્તાવ માનસિંહ કે. પટેલે મૂક્યો હતો, જેઓ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડના ચેરમેન છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડના ચેરમેન વિહાભાઈ એસ. સભાડે તેમને ટેકો જાહેર કર્યો હતો.

નાયબ કલેક્ટર રહ્યા ઉપસ્થિતઃ અમૂલ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી આણંદના નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં થઈ હતી. તેમાં અમૂલ ફેડરેશનના 18માંથી 17 સભ્ય દૂધ સંઘોના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ 1973થી ચેરમેનપદની વરણી બિનહરીફ રીતે થતી આવી છે. તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે. અમૂલ ફેડરેશન ભારતની 46,481 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે, જેના ધ્વારા “અમૂલ" બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટિંગ તેમ જ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંધી ધ્વારા રાજયના 18,154થી વધુ ગામડાંઓમાંથી 36,00,000 દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ 264 લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.

શામળજી પટેલનું બેકગ્રાઉન્ડઃ શામળભાઈ પટેલ અત્યારે સાબરકાંઠા ડેરીના ચેરમેન છે. તેઓ ડેરી સહકારી માળખા સાથે છેલ્લા 33 વર્ષથી કાર્યરત્ છે. જ્યારે સાબરકાંઠા દૂધ સહકારી સંઘ 800 કરોડ રૂપિયાથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. આ 3.85 લાખ દૂધઉત્પાદક સભ્યો સાથે રાજ્યના મોટા દૂધ ઉત્પાદક સંઘમાંનો એક એકમ છે. તો વલમજી હુંબલ અત્યારે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિના ચેરમેન છે. તેઓ સરહદ ડેરીના ચેરમેન તરીકે 14 વર્ષથી કાર્યરત્ છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે 8.70 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર કરે છે તથા લગભગ 1 લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલ છે.

ચેરમેને ગણાવ્યું સૌભાગ્યઃ આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેને જણાવ્યું હતું કે, તેમના માટે ઘણા સૌભાગ્ય અને ગૌરવની ક્ષણ છે કે, તેમને ડો. કુરિયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. ત્યાં ચેરમેન બનવાની તક મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા 75થી વધુ વર્ષથી સફળ છે. કારણ કે, આ સંસ્થામાં સિદ્ધાંત અને નૈતિકતાના ગુણો ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાંત તજજ્ઞોની મદદથી અમૂલ ફેડરેશન ખૂબ ઉંચી સિદ્ધિઓ હાંસલ કરશે.

અન્ય રાજ્યના દૂધ ઉત્પાદકોને અપાશે ટેકોઃ તો અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેને જણાવ્યું હતું કે, અમૂલ મોડલને સમગ્ર ભારતમાં પ્રસરાવવાથી ભારત આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો છે. અમૂલ ફેડરેશન દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ઘનિષ્ઠતાથી કામ કરતું રહેશે કેસ જેથી સહકારી ચળવળને મજબત બનાવી શકાય અને જો જરૂરિયાત હશે તો અન્ય રાજ્યની દૂધ ઉત્પાદકોને પણ ટેકો પૂરી પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.