ETV Bharat / state

અનલોક-1: જાણો શું છે આણંદના વેપારીઓની માગ - આણંદના વેપારીની માગ

કોરોના વાઇરસના કારણે દુનિયાની સૌથી મોટી લોકશાહી બારણે પૂરાઈ હતી. જેની અસર દેશના અર્થતંત્ર દેખાઈ રહી છે. વર્તમાન સમયમાં દેશમાં ચાલી રહેલા અનલોક-1માં વેપારીઓ અને તેમના વ્યવસાયની પરિસ્થિતિ અંગે ETV BHARAT દ્વારા સીધી વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.

ETV BHARAT
અનલોક-1: જાણો આણંદના વેપારીઓની માગ
author img

By

Published : Jun 2, 2020, 4:39 PM IST

આણંદ: દેશમાં લાગૂ થયેલા લોકડાઉનમાં સરકારે 65 દિવસ કરતાં વધુ સમય સુધી દેશના અર્થતંત્રને જાણે તાળુ માર્યું હોય તેમ બજાર બંધ કરાવ્યાં હતા. માત્ર આવશ્યક ચીજવસ્તુઓનું જ વેચાણ શરૂ હતું.

લોકડાઉનના શરૂઆતના તબક્કામાં માત્ર દૂધ અને દવાની દુકાનોને શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. વિશ્વની અંદાજીત 17.7 ટકા વસ્તી એક જ દેશમાં લોકડાઉનમાં પુરાવાથી આ 17.7 ટકા લોકોની જરૂરિયાતને પહોંચી વડવા માટે સરકારે ધીમે-ધીમે જરૂરી છૂટછાટ આપી હતી, પરંતુ તે સિવાયના બજારને મોટું આર્થિક નુકસાન થયું હતું. જેથી હવે અનલોક-1માં વેપારીઓને આશા બંધાઈ છે કે, હવે ફરી બજારોમાં ગ્રાહકોની ચહલ-પહલ પાછી આવશે.

અનલોક-1: જાણો આણંદના વેપારીઓની માગ

મંગળવારે ETV BHARAT દ્વાર આણંદ જિલ્લાના વેપારી હાર્દ ગણાતા સુપરમાર્કેટના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં આણંદના વહેપારીઓએ જણાવ્યું કે, અનલોક-1 અમલમાં આવ્યું, ત્યારે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચેનું અંતર કોરોનાના કારણે વધી ગયું છે. વેપારીઓ દ્વારા બજારમાં જે પ્રમાણેની ઘરાકી હોવી જોઈએ તેની 10% પણ જોવા મળતી નથી.

વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, વેપારી દ્વારા જે માલની ખરીદી કરવામાં આવે છે, તેમાં મોટાભાગનો માલ ક્રેડિટ ઉપર લેવામાં આવતો હોય છે. જેથી આવનારા સમયમાં વેપારઓ દ્વારા વેપાર કરીને નાણાંની ચૂકવણી થતી હોય છે, પરંતુ લોકડાઉનના કારણે બજારની આ સાઈકલ અટકી ગઇ છે. જેના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી આણંદના વેપારીઓ દ્વારા દેશના અર્થતંત્રમાં મોટો ફાળો આપતા અને નાની રોજગારી સાથે જોડાયેલા વેપારીઓના હિતમાં કોઈ નક્કર પોલિસી બનાવવા માટે અને દેશના અર્થતંત્રને ટકાવી રાખવા કોઈ યોગ્ય યોજના ઘડવા અપીલ કરવામાં આવી છે.

આ વેપારીઓએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગના વેપારીને ત્યાં કામ કરતા કામદારો તથા તેમની સાથે સંકળાયેલા અન્ય મજૂર વર્ગને વેપારીઓ દ્વારા શક્ય તેટલી મદદ પહોંચાડવામાં આવી છે. જેથી હવે દેશના અર્થતંત્રને વેગવંતુ કરવા સરકાર દ્વારા નવા નીતિ નિયમો સાથે અનલોક-1 અમલમાં લાવવામાં આવ્યું, ત્યારે વેપારીઓ માટે કોઈ નક્કર યોજના ઘડી સરકાર દેશના અર્થતંત્રને સુરક્ષિત કરવા અને નાના વેપારીઓને બચાવવા આગળ આવે તેવી અમારી માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.