ETV Bharat / state

દીકરીના લગ્નના ગણતરીના કલાકો પહેલાં વાવાઝોડાએ લીધો પિતાનો ભોગ - tauktae cyclone

મંગળવારે આણંદ જિલ્લામાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ઘણા વિસ્તારમાં તબાહી ફેલાવી હતી. જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતી અને કાચા પાકા મકાનોને નુકસાન થયું હતું, જેમાં આંકલાવના ચમારા ગામના બોરીયા સીમ વિસ્તારમાં, વાવાઝોડાના કારણે એક મકાનની છત ઉડી જવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવમાં ભોગ બનેલા પરિવારમાં લગ્નનો પ્રસંંગ હતો, જ્યાં ખુશીઓના બદલે માતમ છવાઈ ગયો હતો.

દીકરીના લગ્નના ગણતરીના કલાકો પહેલાં વાવાઝોડાએ લીધો પિતાનો ભોગ

author img

By

Published : May 20, 2021, 8:30 PM IST

  • તૌકતે વાવાઝોડાની ચરોતરમાં થઈ હતી અસર
  • આંકલાવના ચમારા ગામ નજીક 42 વર્ષીય વ્યક્તિનું મોત
  • ચમારા ગામના બોરીયા વિસ્તારમાં બન્યો બનાવ
  • દીકરીના લગ્નના ગણતરીના કલાકો પહેલાં બની દુઃખદ ઘટના
  • ઘરમાં માંડવાને બદલે માતમ છવાયો

    આણંદઃ ચમારાના બોરીયા વિસ્તારમાં ખેતરમાં કાચું મકાન બનાવી પરિવાર સાથે રહેતા ભાઈલાલભાઈ પરમારના ઘરે શુક્રવારે દીકરીના લગ્ન હતાં. આવનાર શુભ પ્રસંંગને લઈ પરિવારમાં આખરી તૈયારીઓ ચાલી રહી હતી,ત્યારે મંગળવારે રાજ્ય પર ત્રાટકેલા વાવાઝોડાએ પરિવારની ખુશીઓ છીનવીને પરિવારના મોભી અને દીકરીના પિતાનો જીવ લીધો હતો. મંગળવારે બપોરે ફૂંકાયેલા ભારે પવનમાં ભાઈલાલભાઈના ઘરની છત ઉડી ગઈ હતી, જેમાં ઘરની બાજુમાં તેમની ઉપર અને રસોઇ બનાવી રહેલી પત્ની અને મોટી દીકરી પર આ છત પડી હતી, જેમાં ભાઈલાલભાઈનું મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, મંગળવારે બપોરે ભાઈલાલભાઈના પત્ની જમવાનું બનાવતાં હતાં અને અચાનક આવેલા પવનમાં ઘરની પતરાની છત ઉડી તેમના ઉપર પડી હતી જેમાં આવનાર પ્રસંગની ખુશીઓના માહોલ વચ્ચે માતમ છવાઈ ગયો હતો.
    ચમારા ગામના બોરીયા સીમ વિસ્તારમાં, વાવાઝોડાના કારણે એક મકાનની છત ઉડી જવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું

આ પણ વાંચોઃ 'બ્લેક ફંગસ' બાદ હવે 'વ્હાઈટ ફંગસ'નો કહેર, જાણો કઈ રીતે કરે છે શરીર પર હુમલો

ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પહોંચ્યું ઘટનાસ્થળે

બનાવની જાણ વહીવટીતંત્રને થતા આંકલાવના નાયબ મામલતદારની ટીમ સર્વે કરવા ભાઈલાલભાઈના ઘરે પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી કરી રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલવાની કામગીરી હાથ ધરી હતી.

બનાવની જાણ વહીવટીતંત્રને થતા આંકલાવના નાયબ મામલતદારની ટીમ સર્વે કરવા ભાઈલાલભાઈના ઘરે પહોંચી હતી
108ને જાણ કરવા ફોન કર્યો પણ સંપર્ક થઈ શક્યો નહીંપરિવારના સભ્યોએ જણાવ્યું હતુંકે આકસ્મિક ઘટનામાં ઇજા પહોંચેલા ભાઈલાલભાઈને સારવાર અપાવવા માટે 108ને ફોન કર્યો હતો પણ વાતાવરણના કારણે સંપર્ક થઈ શક્યો ન હતો. સાથે વિસ્તારમાં પડી ગયેલા ઝાડ અને સુવિધાઓના અભાવે તેંમને હોસ્પિટલમાં ખસેડવાની કોઈ વ્યવસ્થા ઉભી થાય તે પહેલાં ભાઈલાલભાઈએ અંતિમ શ્વાસ લીધો હતો.પરિવારના અન્ય બે સભ્યો પણ છત નીચે દબાયાં હતાંવાવાઝોડામાં પડેલી છત નીચે ભાઈલાલભાઈ પરમારના પરિવારના અન્ય ત્રણ જેટલા સદસ્ય પણ દબાયાં હતાં. સદનસીબે આ ઘટનામાં પરિવારના અન્ય બે સભ્યોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. તે લોકોને આસપાસમાંથી આવી ગયેલા લોકોએ જહેમત બાદ બહાર કાઢ્યાં હતાં.આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.