આણંદઃ જિલ્લાના બોરસદ-આંકલાવ તાલુકાના ભાઠામાં ખેડૂતોની મંડળી દ્વારા ખેતી કરવામાં આવે છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદીના ધસમસતા પાણી ગંભીરા અને કોઠીયાખાડા ભાઠામાં 790 એકર જમીનમાં ફરી વળ્યા હતા. અહીંયા 150 એકરમાં ડાંગરનો પાક જયારે 640 એકરમાં તમાકુની રોપણી કરવામાં આવી હતી. જેના માટે મોંઘા ભાવનો દિવેલી ખોળ જમીન ફળદ્રુપ કરવા માટે વાપરવામાં આવ્યો હતો. મહિસાગરના પાણી ફરી વળતા ડાંગર અને તમાકુમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે.
ગંભીરા અને કોઠીયાખાડની ડૂબાણમાં ગયેલી જમીન પર સારી જાતની તમાકુ, કપાસ અને ડાંગરનો પાક થતો હોય છે. ચાલુ વર્ષ પણ ખેડૂતોએ સારો વરસાદ હોવાથી ડાંગર અને તમાકુની રોપણી કરી હતી પરંતુ, મહિ નદીના પાણીના જમીન પર ફરી વળતા તમામ પાક સંપૂર્ણ નષ્ટ થવા છે. હાલ ભાઠામાં પાણી ભરાયેલા હોવાથી પાક પાણીમાં ગરકાવ થયેલો છે. તમામ જમીન ડૂબાણમાં ગયેલા છે ત્યારે થોડાક દિવસો પહેલા જ તમાકુની 60 ટકા કરાયેલી રોપણીની મહેનત અને ખર્ચ માથે પડયો છે. ભાઠામાં મહિસાગરના પાણી ફરી વળતા અહીંયા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોચ્યું છે. ગત વર્ષ પણ મહિ નદીના પાણી પ્રવેશી જતા વ્યાપક નુકસાન થયું હતું.
મહીસાગરના પાણી ભાઠામાં પ્રવેશતા ખેતીના પાકને વ્યાપક નુકસાન - કડાણા ડેમ
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કડાણા ડેમમાં પાણીની આવક થતા ડેમમાંથી ચાર લાખ ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડાતા નદી ગાંડીતુર બની હતી. મહીસાગરના ધસમસતા પાણીનો પ્રવાહ બોરસદ, આંકલાવ તાલુકાના ભાઠા વિસ્તારમાં પ્રવેશી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. એક તરફ અવિરત વરસાદને લઈ ખેતીપાકોને નુકસાન પહોચ્યું હતું ત્યારે હવે મહી નદીના પાણીને લઈને પણ ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડે તેમ લાગી રહ્યું છે.