આણંદ : ગુજરાતના 3,60,0000 દૂધ ઉત્પાદક બહેનો અને ભાઈઓ તરફથી ગુજરાતના નાણા પ્રધાન નીતીનભાઇ પટેલ દ્વારા રજૂ કરાયેલા બજેટને ખૂબ જ આવકારવામાં આવી રહ્યું છે. દૂધ ઉત્પાદકો માટે અનેક યોજનાઓ અને બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓને આવરી લેતું આ બજેટ ખૂબ જ લાભદાયી નીવડે તેવી આશા પશુપાલકોમાં જાગી છે. ત્યારે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર આર. એસ. શોઢીએ મુખ્ય પ્રધાન રૂપાણીનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, ઈતિહાસમાં સૌપ્રથમ વખત સરકાર દ્વારા પશુપાલનને વિશેષ મહત્ત્વ આપતી યોજનાઓ અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી પશુપાલન નવો વેગ મળશે સરકાર દ્વારા પશુ દાણ સહાય યોજના દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અને પાંજરાપોળને સુવિધાઓથી સજ્જ કરવા માટે બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓેને આવકારી હતી.
ગુજરાત સરકાર દ્વારા 36 લાખ દૂધ ઉત્પાદક પશુપાલકોને લાભ થાય તે રીતની યોજનાઓ અને જોગવાઈઓ અંગે બજેટમાં જાહેરાત કારવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો અને પશુપાલન કરતા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન ને સાકાર કરવા માટે નાવા સોપાનો પ્રસ્થાપિત થશે.
ગાયત્રી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતી જોગવાઇ પણ આ બજેટમાં કરવામાં આવી છે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સપનાને સાકાર કરવાની યોજના રાજય સરકારે જાહેર કરી છે. તેને ખેડૂતો દ્વારા સ્વીકારવામાં આવશે તો ખેડૂતોની આવક બમણી થશે, સાથે સાથે રાસાયણિક ખેતીથી ઉજવવામાં આવતા પેદાશોથીએ બિમારી ફેલાવાનો ભય રહે છે, તેનાથી પણ માનવજાતને સુરક્ષા મળી રહેશે.