ETV Bharat / state

ETV Impact: આણંદમાં ખાડા રાજના ETV Bharatના એહવાલની અસર, તંત્રની ઊંઘ ઉડી

વર્તમાન સમયમાં લોકોમાં સમયની કિંમત ઘણી વધી જવા પામી છે, જેનું કારણ છે આજનું આધુનિકરણ. પહેલા કલાકો લાગતા કામમાં આજે માત્ર ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ શકે છે, તેનો શ્રેય દેશમાં થયેલ વિકાસના કામોને જાય છે, પરંતુ વિકાસની આ હરણફાળ દોડમાં વિકાસના કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક માટે ઉભી થતી સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. આવો જ એક કિસ્સો આણંદમાં બન્યો હતો, જેમાં ETV Bharat દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી.

anand
આણંદમાં ખાડા રાજ : etv bharatના એહવાલની અસર
author img

By

Published : Aug 27, 2020, 12:55 PM IST

આણંદ: ETV Bharat દ્વારા શહેરમાં આવેલા બાપા સીતારામ ચોક જૂના મોગરી રોડની બિસ્માર હાલતથી પ્રજાને થઈ રહેલી મુશ્કેલી અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકોની રસ્તાની સમસ્યા અંગે તંત્રને જાગૃત કરવામાં આવ્યું હતું. ETV Bharatનો એહવાલ રજૂ થતાં જ તંત્ર કામે લાગ્યું હતું અને પ્રજાની સમસ્યા દૂર કરવા ત્વરિત કામગીરી હાથ ધરી હતી.

anand
આણંદમાં ખાડા રાજ : etv bharatના એહવાલની અસર

ઉલ્લેખનીય છે કે, પ્રજા જ્યારે નગરપાલિકાને નિયમ અનુસાર ટેક્સની સમયસર ચૂકવણી કરતી હોય છે. જેના બદલામાં તેમના રહેણાંક કે, વ્યવસાયના સ્થળોએ તેમને અગવડતા ન પડે તેવી આશા પણ રાખતી હોય છે, ત્યારે નગરપાલિકાએ પણ તેની નૈતિક ફરજ બજાવી જોઈએ.

આણંદના બાપા સીતારામ ચોક પર અવાર નવાર પડતા યમરાજ સમા ભુવાને પુરવાની કામગીરી કરવા આવેલા નગરપાલિકાના કર્મચારીને તેની ફરજનું તો ધ્યાન ન હતું, પરંતુ જ્યારે તેને કાયમ બનતી આ ઘટનાઓ વિશે પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેને જાણે પ્રજાની સમસ્યાઓથી કોઈ જ ફરક ન પડતો હોય તેવું વર્તન કરતા કેમેરા સમક્ષ વર્ત્યા હતાં. જે પ્રમાણે જૂના મોગરી રોડ પર રહેતા સ્થાનિકોની સમસ્યાને ETV Bharatએ વાચા આપતા તંત્રએ હરકતમાં આવી ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી હતી.

નાગરિકોએ નગરપાલિકાની નબળી કામગીરી પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, મોગરી રોડ પર અવાર નવાર રોડ બેસી જવાની આવી જોખમી ઘટનાઓ બને છે. જેના પર પાલિકા ધ્યાન આપતી નથી. પાલિકા દ્વારા આ વિસ્તારની જાણે અવગણના કરવામાં આવતી હોય તેવી સ્થાનિકોએ રજૂઆત કરી હતી. જે પ્રમાણે ETV Bharatના રોડ રસ્તાની બિસ્માર હાલતના અહેવાલ બાદ તંત્રએ પ્રજાની સમસ્યાને દૂર કરી હતી. તે ખૂબ આવકાર્ય છે, પરંતુ જૂના મોગરી રોડની કાયાપલટ કરી આ માર્ગની સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ ક્યારે આવશે, તેની સ્થાનિકો કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.