"રેવા" ફિલ્મ નર્મદા અને તેની પરિક્રમા પર આધારિત એક પારિવારિક ફિલ્મ છે. જેમાં નર્મદા અને તેના આસપાસના કિનારા પર વસેલા ધાર્મિક સ્થળો તથા નર્મદાને જીવવાની કળા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ ફિલ્મ જે નવલકથા પર આધારિત છે, તે નવલકથાનું નામ છે "તત્વમસિ" જે ધ્રુવ ભટ્ટ દ્વારા રચિત નવલકથા છે.
લેખક ધ્રુવ ભટ્ટ 10 કરતા પણ વધારે નવલકથાઓનું અમૂલ્ય ભેંટ તેમના વાચકમિત્રોને આપી ચૂક્યા છે. એક બહોળો ચાહક વર્ગ ધરાવતા ધ્રુવ ભટ્ટની તમામ નવલકથાઓ જીવત અનુભવો પર આધારિત હોય છે. નાનપણથી જ લેખનનો શોખ ધરાવતા ધ્રુવ ભટ્ટનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ વિવિધ વિસ્તારોમાં વીત્યું અને મેળવ્યું છે, જેથી કરીને તે નાનપણથી જ વિવિધ વિસ્તારોનું વિસ્તૃત જ્ઞાન ધરાવતા કોઠાસૂઝ જ વિકસાવવામાં સફળ રહ્યા છે.
Etv Bharat દ્વારા લેખક ધ્રુવ ભટ્ટ સાથે એક ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ધ્રુવ ભટ્ટે જણાવ્યું હતું કે, "તત્વમસી" તે નર્મદા અને તેના અનુભવોને ધર્મ અને આસ્થાથી વિશેષ તેને જીવવા માટેના અનુભવ પર આધારિત નવલકથા છે. આ નવલકથા પર જ્યારે ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ તેમને સમક્ષ આવ્યો ત્યારે તે તેમના માટે એક નવી વાત હતી, પરંતુ જ્યારે ફિલ્મ બની અને આટલું બહોળી લોકચાહના મેળવી હતી. આજે જ્યારે આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ત્યારે ધ્રુવ ભટ્ટ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ