આણંદ: ભાલેજ પોલીસે ઉપકરણ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. ગતરોજ મોડી રાત્રે આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ મથકની(Bhalej Police Station) હદ વિસ્તારમાં આવતા અરડી ગામે(Bhalej police Ardi village) ઉડતા ભેદી ડ્રોનના વાવડ(Anand Drone Rumors ) વિસ્તારમાં ફેલાયાં હતાં. જે બાદ સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: હેલિકોપ્ટરની નીચે આ તો શુ છે લટકેલું, કે જેને જોતા ગ્રામજનોમાં સર્જાયું કુતૂહલ!
કેમેરો કે સંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું ન હતું - સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં અરડી ગામના સ્થાનિક મનીષ પટેલ તથા જીતેન્દ્ર રાઠોડ દ્વારા સમગ્ર બાબતે ઉડતા ઉપકરણને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, મળેલો પદાર્થ માત્ર એક રમકડાનુ ઉપકરણ(Toy device) હતું. જેમાં કોઈ કેમેરો કે સંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું ન હતું. આ ઘટનામાં સ્થાનિકોની સમજમાં ફેર થતા વાયરલ થયેલ વિડિયો સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું.
રમકડાનું હેલિકોપ્ટર હોવાનુ સામે આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો - જેમાં મહત્વનું છે કે, જ્યારે રાત્રિ દરમિયાન અજાણ્યો કોઈ પદાર્થ આકાશમાં ઊડતો હોવાની વાત વાયુ વેગે વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. જે બાદ ભાલેજ પોલીસ દ્વારા કરેલી તપાસમાં(Suspicious Device seen on Sky) મળેલ યંત્ર ડ્રોન નહીં માત્ર રમકડાનું હેલિકોપ્ટર હોવાનુ સામે આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે અંગે સ્થાનિક નાગરિક મનીષ પટેલ દ્વારા પણ સમગ્ર ઘટના અંગે ખોટી અફવાઓમાં ન ભરમાવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: ખેતરના બંધ બોરમાંથી ઉઠ્યા પાણીના ફુવારા, લોકોમાં સર્જાયું કુતૂહલ
આવી કોઈ ઘટના જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી - બીજી તરફ ભાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર નીતિરાજસિંહ ઝાલા દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી કે, આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તેના પર ઉઠતી ચર્ચાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહિ. જ્યારે પણ વિસ્તારમાં આવી કોઈ ઘટના જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ. જેથી પોલીસ જરૂરી કાયૅવાહી કરી ઘટનાના મૂળ સુધીની તાપસ કરી શકે. આ સાથે તેમના દ્વારા ભાલેજ પોલીસ સ્ટેશન સંપર્ક કરી જાણ કરવા અપીલ કરી હતી. સમગ્ર મામલે ભાલેજ પોલીસે જપ્ત કરેલું ઉપકરણની ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે અને કોના દ્વારા આ ઉડાડવામાં આવ્યું હતું અને આની પાછળ શું ઉદ્દેશ્ય હતો તે તમામ મુદ્દે ઝીણવપૂર્વક તપાસ હાથ ધરી છે