- વિદ્યાનગર GIDCની ખાલી પડેલી 5 બેઠકો માટે મતદાન યોજાયું
- વિધાનગર એલિકોન હોલમાં કરવા આવ્યું આયોજન
- કુલ 710 મતદારો કરશે મતદાનવિદ્યાનગર GIDC એસોસિએશનની ખાલી પડેલી 5 બેઠકો માટે ચૂંટણી યોજાઇ
આણંદઃ વિદ્યાનગર સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસિએશનની ખાલી પડેલી 5 બેઠકો માટે આજે શનિવારે મતદાન કાર્યક્રમ યોજાયો છે. જેમાં GIDCની વિવિધ કંપનીના 710 જેટલા મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખી સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગની પુરતી વ્યવસ્થા સાથે GIDC એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મતદારોએ મત આપી પોતાના મનપસંદ ઉમેદવારને વિજય બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.

દર 2 વર્ષે 5 બેઠક માટે યોજાય ચૂંટણી
વિદ્યાનગર GIDC એસોસિએશનમાં દર 2 વર્ષે 5 સભ્યોની ટર્મ પૂર્ણ થતી હોય છે. જેથી દર 2 વર્ષે 5 સભ્યો માટે મતદાન યોજવામાં આવતું હોય છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આ ચૂંટણી પ્રક્રિયા કોવિડના નિયમોને ધ્યાને રાખી યોજવામાં આવી હતી.
મતગણતરી બાદ શનિવારે જાહેર કરવામાં આવશે પરિણામ
આજે શનિવારે સવારે 9 વાગ્યાથી ચાલુ થયેલા મતદાન 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. જે બાદ સાંજે મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.