ETV Bharat / state

દશામાંનો ઉત્સવ માતમમાં છવાયો, વિસર્જન વખતે યુવક-યુવતી ડૂબ્યા

author img

By

Published : Aug 8, 2022, 4:34 PM IST

આણંદ સંદેશર ગામની મોટી નહેરમાં દશામાની (Dashama Vrat 2022) મૂર્તિનું વિસર્જનમાં કિશોર અને કિશોરીના ડુબ્યાના સમાચાર સામે આવતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ આણંદ ફાયરબ્રિગેડને (Drowned Idol Dissolution in Anand) કરવામાં આવી હતી. ત્યારે શું હતી સમગ્ર ઘટના જાણો.

Dashama Vrat 2022 : દશામાંનો ઉત્સવ માતમમાં છવાયો, યુવક-યુવતીના મૃત્યુથી ગામ ચડ્યું જ હિબકે

આણંદ : આણંદ નજીક આવેલા સંદેશર ગામની મોટી નહેરમાં ગઈકાલે મોડી રાત્રીના સુમારે દશામાની (Dashama idol Dissolution in Ananda) મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા કિશોર અને કિશોરીના ડૂબી જવાને કારણે મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મળતી માહિતી મુજબ આ ઘટના અંગે કોઈ પણ ફરિયાદ કરવાનું ટાળતા પોલીસે કોઈ નોંધ દાખલ કરી ન હોતી.

દશામાંનો ઉત્સવ માતમમાં છવાયો

આ પણ વાંચો : કોરોના કાળ વચ્ચે પાટણમાં દશામાની મૂર્તિ ખરીદવા મહિલાઓ ઉમટી

મુર્તિના વિસર્જનનો પ્રસંગ - મળતી માહિતી મુજબ દશ દિવસના વ્રત (Dashama Vrat 2022) બાદ ગઈકાલે દશામાની મૂર્તિનું વિસર્જનનો પ્રસંગ આવતો હોય છે. જેને લઈને ભક્તો દ્વારા મોડીરાત્રીના સુમારે નહેર, તળાવ કે નદીમાં પુરા ભક્તિભાવથી દશામાને વિદાયમાન આપવા નીકળ્યા હતા. મોડી રાત્રીના સમયે સંદેશર ગામના કંકુડી વિસ્તારમાં રહેતા કિશોર અને કિશોરીઓ પણ દશામાની મૂર્તિનું મોટી નહેરમાં વિસર્જન કરવા માટે ગયા હતા. જ્યાં અંકિત પરમાર અને અલ્પા પરમારના (બન્નેની ઉંમર લગભગ 16 વર્ષ) પગ લપસતા નહેરના ધસમસતા પાણીમાં તણાવા લાગ્યા હતા. જેને લઈને નહેર ઉપર ઉપસ્થિત અન્યોએ બૂમાબૂમ કરી મૂકી (Drowned Idol Dissolution in Anand) હતી. પરંતુ થોડીવારમાં બન્ને પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનો પર કાળા વાદળો છવાયા હતા.

આ પણ વાંચો : દશામાંના વ્રતનો પ્રારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

પ્રસંગ માતમમાં છવાયો - સમગ્ર ઘટનાની જાણ આણંદ ફાયરબ્રિગેડને (Anand Fire Brigade) કરવામાં આવતાં ફાયર બ્રિગેડના જવાનો તુરંત સંદેશર નહેર પહોંચી ગયા હતા. નહેરમાં તપાસ કરીને અંકિત પરમારની મૃતદેહને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે કિશોરીની મૃતદેહ ના મળતા ફાયરબ્રિગેડના જવાનોએ આખી નહેર ખુંદી નાખી હતી. આ દરમિયાન સવારના સમયે કિશોરીની મૃતદેહ અગાસ પાસેથી પસાર થતી નહેરમાં મળી આવ્યો હતો. બન્નેના વાલીઓએ આ ઘટના અંગે કોઈ પણ ફરિયાદ કરવાનું ટાળતા પોલીસે કોઈ નોંધ દાખલ કરી ન હોતી. બન્નેના મૃતદેહોને ગામમાં લાવવામાં આવતા જ (boy and girl death river in anand) શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બપોરના સમયે બન્નેની અંતિમક્રિયા યોજાઈ હતી. આ ગોઝારી ઘટના બનતાં આણંદમાં પ્રસંગ માતમમાં છવાઈ જવા પામ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.