ETV Bharat / state

દાંડીયાત્રિકોએ હોડીમાં બેસી મહીસાગર નદી પાર કરી

author img

By

Published : Mar 20, 2021, 7:40 PM IST

વર્ષ 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થાય છે. જેને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરી છે. વડાપ્રધાનને આ મહોત્સવની ઉજવણીની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી કરાવી હતી. 12 માર્ચથી અમદાવાદથી દાંડીયાત્રામાં જોડાયેલા દાંડીયાત્રિકો 20 માર્ચે વહેલી સવારે મહી નદીના કાંઠે આવી પહોંચ્યા હતા.

દાંડી યાત્રિકોએ હોડીમાં બેસી મહીસાગર નદી પાર કરી

  • દાંડીયાત્રિકો કંકાપુરા ખાતેથી હોડીમાં બેસીને મહીસાગર નદી પાર કરી
  • સામા કાંઠે ભરૂચ જિલ્‍લાના જંબુસર તાલુકાના કારેલી ખાતે પહોંચ્‍યા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે સાબરમતીથી શરૂ કરાવી હતી દાંડીયાત્રા
    સામા કાંઠે ભરૂચ જિલ્‍લાના જંબુસર તાલુકાના કારેલી ખાતે પહોંચ્‍યા

આ પણ વાંચોઃ રાજકોટથી 4 યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ઉપડશે

આણંદઃ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે અમદાવાદથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દાંડીયાત્રામાં જોડાયેલા યાત્રિકો વહેલી સવારના આહલાદક વાતાવરણમાં ત્રિરંગા સાથે મહી નદીના કાંઠે આવી પહોંચ્‍યા હતા. દાંડીયાત્રિકોને હોડી મારફતે લાઈફ જેકેટ સાથે હોડીમાં બેસાડીને આણંદ જિલ્‍લામાંથી ભાવસભર વિદાય લીધી હતી અને તેઓને સામે કાંઠે ભરૂચ જિલ્‍લાના જંબુસર તાલુકાના કારેલી ખાતે વિદાયમાન આપ્‍યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે સાબરમતીથી શરૂ કરાવી હતી દાંડી યાત્રા

આ પણ વાંચોઃઅઢી માસ બાદ દ્વારકાધીશનું મંદિર ખુલ્યું, શ્રદ્ધાળુઓએ સાવચેતી સાથે દર્શન કર્યા

દાંડીયાત્રિકો માટે 12 હોડીની વ્યવસ્થા કરાઈ

કલેક્ટર આર.જી.ગોહિલે દાંડીયાત્રામાં સામેલ યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે મહી નદીના રિવર બેડમાં 9 કિમીનો રસ્‍તો બનાવ્યો છે. કલેક્ટર ગોહિલે દાંડીયાત્રિકોને સરળતા રહે તે માટે 2 રેમ્‍પ અને 12 હોડીની વ્‍યવસ્‍થા લાઇફ જેકેટ સાથે કરવામાં આવી હોવાની સાથે તમામ દાંડીયાત્રિકો તંદુરસ્‍ત અને સ્‍વસ્‍થ હોવાનું જણાવ્‍યું હતું. તેમણે દાંડીયાત્રિકો આણંદ જિલ્‍લાના સારા સંસ્‍મરણો અને સારી ભાવના સાથે રવાના થયા હોવાનું જણાવી આણંદ જિલ્‍લામાં દાંડીયાત્રાના આગમનથી વિદાય સુધીમાં સહયોગ આપનારા તમામ જિલ્‍લા–તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, શહેરીજનો, ગ્રામજનો સહિત સમગ્ર આણંદની જનતાએ જે પ્રતિભાવ આપ્‍યો છે. તેમને અભિનંદન પાઠવી આણંદ જિલ્‍લામાં દાંડીયાત્રા સફળ રીતે સંપન્ન થઈ હોવાનું જણાવ્યું હતું.

દાંડી યાત્રિકો કંકાપુરા ખાતેથી હોડીમાં બેસીને મહીસાગર નદી પાર કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.