ખંભાત : બિપરજોય વાવાઝોડું આવતાં પહેલાં આણંદ જિલ્લાના ખંભાતના દરિયા કિનારે પવનની ગતિ વધી છે. ખંભાતના ગ્રામીણ વિસ્તારનો દરિયા કિનારો ધુવારણ,વડગામ, રાલજ, કલમસર,બાજીપુરાના દરિયા કિનારે પવનની ગતિ તેજ બનેલી જોવા મળી હતી. ખંભાતના દરિયાકિનારે પાણીની આવક વધતાં વહીવટી તંત્રએ ખંભાત દરિયા કિનારે સામાન્ય નાગરિકની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
બેરીકેડ ગોઠવાયા : બિપરજોય વાવાઝોડાનું સંકટ ગૂજરાતના દરિયા કિનારે વર્તાઈ રહ્યો છે. તેવામાં આણંદ જિલ્લાના ખંભાત દરિયા કિનારે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. સામાન્ય રીતે શાંત અને અને સૂકr દેખાતી ખંભાતની દરિયાઈ પટ્ટીમાં અચાનક પરિવર્તન જોવા મળ્યું હતું.જેને કારણે વહીવટી તંત્ર દ્વારા સલામતી માટે કાળજી રાખીને દરિયાથી લોકોને દૂર કરવા આયોજન કરાયું હતું.
સમગ્ર સંકટને પગલે બેઠક યોજીને તમામ જરૂરી સૂચનો કર્યા છે. આણંદ જિલ્લામાં વાવાઝોડાંને પગલે તંત્ર સજ્જ છે અને કોઈ પણ પ્રકારની આપત્તિમાં પહોચી વળવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સાથે આણંદ પોલીસ વિભાગ, તાલુકા કક્ષાએ અધિકારીઓ અને અન્ય સંબંધિત સરકારી એજન્સીઓની સંકલન બેઠક કરી પૂર્વ તૈયારીઓ માટે સૂચનો કર્યા છે. ડી. એસ. ગઢવી(કલેક્ટર)
ક્યાં ફૂંકાયો ઝડપી પવન : આણંદ જિલ્લાના ખંભાતના દરિયા કિનારે પવનની ગતિમાં વધારો દેખાતા ખંભાત ગ્રામીણ વિસ્તારનો દરિયા કિનારો ધુવારણ,વડગામ, રાલજ, કલમસર,બાજીપુરાના દરિયા કિનારે પવનની ગતિમાં વધારાની સ્થિતિનો અનુભવ થયો હતો. તો સાથે સાથે ખંભાતના દરિયાકિનારે પાણીની આવક પણ વધી હતી. જેનાં કારણે વહીવટી તંત્રએ ખંભાત દરિયા કિનારે સામાન્ય નાગરિકની અવરજવર પર પ્રતિબંધ મૂકીને ખંભાત દરિયા કિનારે બેરીકેજ[ ગોઠવીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
તંત્રની પૂર્વ તૈયારીઓ : મહત્વનું છે કે અગાઉ તાઉતે વાવાઝોડામાં ખંભાત અને આસપાસના વિસ્તારમાં ભારે નુકશાન પહોચ્યું હતું. ત્યારે પુનઃ ખંભાત તાલુકા વિસ્તારમાં તોળાતાં બિપરજોય વાવાઝોડાના સંકટ સામે તંત્રની પૂર્વ તૈયારીઓ કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું.