- આણંદના ડૉક્ટર સાથે થઈ હતી ઓનલાઈન છેતરપીંડી
- પોલીસના સાયબર વિભાગની મદદથી મળ્યા નાણાં પરત
- આર્મીના નામે ડૉક્ટર સાથે ગઠિયાએ કરી હતી છેતરપીંડી
આણંદ : જિલ્લામાં દર્પણ લેબોરેટરી ધરાવતા ડૉક્ટર ચેતનભાઇ લાખાણીના મોબાઈલ ઉપર કોઇ અજાણ્યા શખ્સે ફોન કરીને આર્મીમાંથી બોલું છું તેમ જણાવીને 20 માણસોના કોરોના અન્વયે બ્લડ ટેસ્ટ કરાવવાના છે તેમ કહીને ગુગલ પે દ્વારા ડૉક્ટરને એડવાન્સ પેમેન્ટ માટે રિક્વેસ્ટ મોકલી હતી. જેમાં પ્રથમ દસ રૂપિયા જમા કરાવ્યા હતા અને ડૉક્ટરને વિશ્વાસમાં લઇને મોટો ઓર્ડર આપવાની લાલચ આપી ડૉક્ટરની જરૂરી વિગતો મેળવીને તેમના બેન્ક ખાતામાંથી તબક્કા વાર રૂપિયા 49801 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થયાનું લાગતા જ ડૉક્ટરે આણંદ સાયબર સેલનો સંપર્ક કર્યો હતો અને બેન્ક સ્ટેટમેન્ટની જરૂરી વિગતો આપી હતી.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો
સાયબર સેલે પાંચ મહીનામાં ભોગ બનેલા વ્યક્તિઓને ચાર લાખ જેટલી રકમ પરત કરાવી આપી
આણંદના ડૉક્ટર સાથે થયેલી ઓનલાઈન છેતરપીંડી હોવાનું અવગત થતા આણંદ સાયબર સેલે તુરંત જ કાર્યવાહી કરતાં ફ્રોડ ટ્રાન્જેક્શન બાબતે જે તે કંપની સાથે સંકલન સાધી ડૉક્ટરના બેન્ક ખાતામાં કુલ 49801ની રકમ પરત જમા કરાવી આપવામાં આવી હતી. આણંદ સાયબર સેલે પાંચ મહીનામાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા વ્યક્તિઓને ચાર લાખ જેટલી રકમ પરત કરાવી આપી છે.