આણંદ: શહેર પોલીસે સામરખા ચોકડી પાસેથી કારમાં લઈ જવાતા 13.80 લાખની કિંમતના 82 મોબાઈલ ફોન સાથે નડયાદના શખ્સને ઝડપી પાડીને તપાસ કરતાં તમામ મોબાઈલ ફોનો ઉછાળેલા હોવાનું ખુલવા પામતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ
પોલીસે કાર સાથે કુલ 18.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો - મળેતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી પોલીસે સામરખા ચોકડી પાસે(Police at Samarkha Chokdi) એક ફોર વ્હીલરને અટકાવીને તપાસ(Investigation the four wheeler) કરતા કારમાથી જુદી જુદી કંપનીઓના કુલ 82 મોબાઈલ ફોનો મળી આવ્યા હતા. જેની કિંમત 13.80 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે નડીયાદના મંજીપુરા રોડ ઉપર આવેલી સુંદરવન કર્મવીર સોસાયટીમાં રહેતો રાજેશભાઈ વાસુદેવભાઈ સભનાની હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેની પાસે મોબાઈલના બિલ(Mobile bills) તેમજ આધાર પુરાવાની માંગણી(Request supporting evidence) કરતા તે પોલિસ સમક્ષ કરી શક્યો નહોતો. જેથી પોલીસે કાર સાથે કુલ 18.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ કરી હતી. આ મોબાઈલ ફોન તે આણંદના કેટલાક વ્યક્તિઓ પાસેથી લાવ્યો હતો. એ તમામ ફોન પૈસાની જરૂરીયાતવાળા વ્યક્તિ મોબાઈલ ફોન લોનથી ખરીદીને બાદમાં તેને જે કિંમત હોય તેનાથી ઓછી કિંમતે વેચી નાખવા તે ખુલાસો થવા પામ્યું હતુ.
આ પણ વાંચો: Loot in Surat Mobile Shop: સુરતમાં લૂંટારુંઓએ કઈ રીતે 3 મિનિટમાં 30,000 રૂપિયાની કરી લૂંટ, જુઓ
મોબાઈલ ફોનનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવે તો - આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે જો આ પ્રકારના મોબાઈલ ફોનનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં(Used in criminal activity) લેવામાં આવે તો સલમતી સામે ખૂબ મોટો પડકાર ઉભી કરવા સમાન સાબિત થઇ શકે ત્યારે હવે આ ઘટનામાં તલસ્પર્શી તપાસ થાય છે કેમ તે પણ એ મોટો સવાલ બની રહ્યો છે.