આણંદઃ મૂળ કરમસદના વતની રશેષભાઈ પટેલ જેઓની કંપની દ્વારા કોરોના ટેસ્ટિંગ બુથ બનાવવામાં આવ્યું છે. આ બુથની ખાસિયત એ છે કે, જ્યારે પણ કોઈ કોરોના સંભવિત દર્દી ટેસ્ટ માટે સેમ્પલ આપવા આવે છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તેની નજીક જઈ સેમ્પલ કલેક્ટ કરવામાં આવતા હોય છે. જેથી ફરજ પર હાજર કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પણ એક જોખમ ઊભું થતું હોય છે. પરંતુ આણંદના સાંસદ મિતેશભાઇ પટેલના હકારાત્મક પ્રયત્નથી પ્રેરાઈ સરદારની ભૂમિ કરમસદના વતની રશેષભાઈ દ્વારા એક એવુ ટેસ્ટિંગ બુથ વિકસાવવામાં આવ્યું છે કે, જેનાથી સેમ્પલ લેતી વખતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દર્દીના સીધા સંપર્કમાં આવતા નથી જેથી કર્મચારીનું કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ મહત્તમ અંશે ઘટી જાય છે.
આણંદમાં કોરોના સામેની જંગના યોદ્વાઓ માટે એક કંપનીએ બનાવ્યુ 'સુરક્ષા કવચ' - latest news of lock down effect in gujarat
કોરોના સંક્રમણની તપાસ માટે જે સેમ્પલ લેવાય છે તે સમયે સેમ્પલ લેનારની પણ સલામતી રાખવી જરૂરી હોય છે. સેમ્પલ લેનાર આરોગ્ય વિભાગનો સ્ટાફ સલામત રહે તે માટે નંદેશરી જીઆઈડીસીમાં આવેલી કૅનબેરા કેમિકલ્સ કંપનીના બાબુભાઈ પટેલ દ્વારા સેમ્પલ લેવા માટેની સુરક્ષિત કેબીન બનાવી આણંદ જિલ્લાને દાન કરવામાં આવી છે.