- અમદાવાદના દર્દીઓને આણંદ જિલ્લામાં ખસેડવામાં આવ્યા
- કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં કરાયા દર્દીઓને દાખલ
- અમદાવાદમાં કરફ્યૂ હોવા છતાં દર્દીઓને ખસેડાયા અન્ય જિલ્લામાં
આણંદઃ રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણના દર્દીઓને લઈ પ્રશાસન દ્વારા અમદાવાદ શહેરના દર્દીઓને આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. 108 મારફતે કોરોના સંક્રમિત દર્દીઓને આણંદ જિલ્લામાં ખસેડવામાં આવતાં આણંદની હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસરો સર્જાયો હતો.

50 દર્દીઓને કરમસદ હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદથી કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આણંદ ખસેડવામાં આવતાં દર્દીઓના સંબંધી પણ દર્દી સાથે આણંદની હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે. પ્રશાસનના સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે 50 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને અમદાવાદથી આણંદની કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.