- રાજકીય પક્ષ દ્વારા પ્રચાર શરૂ
- વોર્ડ 6માં કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો પ્રચાર
- આણંદ નગરપાલિકાના વોર્ડ 6માં કોંગ્રેસની સૌથી વધુ શિક્ષિત પેનલ મેદાનમાં
આણંદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે, ત્યારે હવે ચૂંટણી પંચની ઉમેદવારો માટેની ફાઇનલ યાદી પણ જાહેર થઈ છે. બુધવારે આણંદ નગરપાલિકામાં ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં પ્રચાર કાર્ય આરંભી દીધું છે, તેવામાં આણંદ નગરપાલિકાના વોર્ડ 6ના કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીતે મતદાન પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં ઉમેદવારોએ ઘરે ઘરે જઈ આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મનપસંદ ઉમેદવારને જીત અપાવવામાં પોતાનું યોગદાન આપવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમાજને અનોખો સંદેશ
આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 6ની કોંગ્રેસની પેનલ સૌથી વધુ શિક્ષિત પેનલ હોવાની જાણકારી આ પેનલના ઉમેદવાર ડૉ.પલક વર્માએ આપી હતી. આ શિક્ષિત પેનલે મતદારોમાં મતદાન માટે જાગૃતિના સંદેશ સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી એક અનોખો સંદેશ સમાજને આપ્યો હતો.
બહુમતી સાથેની જીતનો આશાવાદ વ્યક્ત
આણંદ નગરપાલિકાના વોર્ડ 6માં 2 ડૉક્ટર ઉમેદવારો 1 ગ્રેડજ્યુએટ ઉમેદવાર સાથે 1 સમાજસેવા સાથે સંકળાયેલા ઉમેદવારની પેનલ મેદાનમાં ઉતરી છે. જેથી આ પેનલે ભારી બહુમતી સાથે જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.