ETV Bharat / state

ઉમરેઠમાં ફિનાઈલના નામે થઈ હજારો રૂપિયાની છેતરપીંડી - આણંદ લોકડાઉન ન્યુઝ

“દુનિયા ઝુકતી હૈ, ઝુકાના વાલા ચાહીએ” તે ઉક્તિને હવે ગઠિયાઓ વિવિધ કીમિયાઓ દ્વારા ઠગાઈ કરીને સાર્થક કરી રહ્યાં છે. ઉમરેઠના નાસિકવાલા હોલ અને એપીએમસીમાં બે ગઠિયાઓ દ્વારા ફિનાઈલના બહાને કુલ 17 હજારની મત્તાની છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉમરેઠમાં ફિનાઈલના નામે થઈ હજારો રૂપિયાની છેતરપીંડી

author img

By

Published : Jul 2, 2020, 12:47 PM IST

આણંદઃ હાલ કોરોના મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી સમગ્ર રાજ્ય અને દેશમાં મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે, કોઈના ધંધા-રોજગાર બંધ પડી ગયા છે, તો કોઈને લોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે, તો આર્થિક પરિસ્થિતિ પહોંચી વળવા અમુક લોકો નવા નવા કીમિયા અજમાવી છેતરપિંડી તરફ વળ્યાં છે. જિલ્લાના ઉમરેઠમાં પણ છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા છે. તેઓએ આ પંક્તિને સાચી સાબિત કરી છે. “દુનિયા ઝુકતી હૈ, ઝુકાના વાલા ચાહીએ” ઉક્તિને હવે ગઠિયાઓ વિવિધ કીમિયાઓ દ્વારા ઠગાઈ કરીને સાર્થક કરી રહ્યાં છે.

ઉમરેઠમાં ફિનાઈલના નામે થઈ હજારો રૂપિયાની છેતરપીંડી
ઉમરેઠમાં ફિનાઈલના નામે થઈ હજારો રૂપિયાની છેતરપીંડી

ઉમરેઠમાં ફિનાઈલના નામે થઈ હજારો રૂપિયાની છેતરપીંડી

  • નાસિકવાલા હોલમાં એક શખ્સ 20 લીટર ફિનાઈલ આપી રૂ.5000 પડાવ્યા
  • APMCના ચેરમેનનેે 20 લીટર ફિનાઈલ આપી રૂ.12,000 પડાવ્યા
  • ઉમરેઠ પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઇ
  • ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 4-11-2019ના રોજ ઉમરેઠના નાસિકવાલા હોલમાં એક શખ્સ 20 લીટરનો કેરબો ભરીને ફિનાઈલ લઈને આવ્યો હતો. તેણે મેનેજર વિશાલભાઈ ઠાકોરલાલ ગાંધી તેમજ કૃપાલભાઈ રાજુભાઈ પ્રજાપતિને જણાવ્યું હતું કે, મારા શેઠ જે. કે. શાહે ફિનાઈલની ફેક્ટરી સ્થાપી છે. આ 20 લીટર ફિનાઈલ છે અને બીજી ટેમ્પોમાં મોકલી આપુ છું, તેમ જણાવીને 5 હજારની માંગણી કરતાં વિશાલભાઈને ફિનાઈલ પસંદ પડી જતાં તેમણે માગેલી રકમ આપી દીધી હતી.

લાંબો સમય વિત્યા પછી પણ પેલા ગઠિયાએ ફિનાઈલનો ટેમ્પો મોકલ્યો નહોતો. તેમણે આપેલા બન્ને મોબાઈલ નંબરો પર સંપર્ક કર્યો હતો, પરંતુ બન્ને નંબર સ્વીચ ઓફ જ આવતા હતા, ત્યારબાદ આ ગઠિયાઓ લાલ કલરની બ્રેજા કાર લઈને ઉમરેઠ APMC પહોંચ્યા હતા. APMC જઈ ચેરમેન સુજલભાઈના નામે 20 લીટર ફિનાઈલ આપી હતી. તેમજ બીજુ ફિનાઈલ મોકલી આપીએ છીએ, તેમ જણાવીને ત્યાંથી 12 હજાર રૂપિયા રોકડા લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. તેઓએ પણ ઘણી રાહ જોઈ હોવા છતાં પેલા બન્ને ગઠિયાઓ પરત આવ્યા ન હતા કે, ફિનાઈલ પણ આવ્યુ નહોતુ. જેથી ઉમરેઠ પોલીસ મથકે આવીને તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.