આણંદ: હિન્દુ જાગરણ મંચના હોદ્દેદાર નિરજ જૈન અને કેતન પટેલ દ્વારા આણંદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ખંભાતમાં થયેલ કોમી રમખાણો બાદ એકઠા થયેલા હિન્દુ સમાજ ઉપર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અમારા નામ કોના ઇશારે ફરિયાદમાં દાખલ કરાયા છે. તેની સ્પષ્ટતા અમે પોલીસ પાસે માગીએ છીએ. ખંભાતમાં અમારી ઉપસ્થિતિ હોવા અંગેના પુરાવાઓ પણ પોલીસ પાસે માગીએ છીએ.
હિન્દુ જાગરણ મંચના વડોદરા વકીલ નિરજ જૈન (પ્રમુખ લેન્ડ જેહાદ ગુજરાત રાજ્ય)એ જણાવ્યું હતું કે, ખંભાતમાં હિન્દુ સંગઠનોની યોજાયેલી રેલીના દિવસે તે સવારે 10થી 6 વાગ્યા સુધી દિવાળીપુરા વડોદરામાં આવેલ કોર્ટમાં તેમના કેસના કામમાં રોકાયેલ હતા તથા અન્ય કાર્યકર કેતન પટેલ જેઓ નડિયાદના હિન્દુ જાગરણ મંચના હોદ્દેદાર છે. જેઓ બેટી બચાવો અભિયાન સેવા આપે છે. કેતનભાઇ નડિયાદ કોર્ટમાં અને ત્યારબાદ પેટલાદ કોર્ટમાં કેસના કામ અર્થે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નીરજભાઈ અને કેતનભાઇ બંને ખંભાતમાં રેલીના દિવસે હાજર નહોતા, તેમ છતાં તેમના ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીતમાં હિન્દુ જાગરણ મંચના નિરજ જૈન અને કેતન પટેલે કહ્યું હતું કે, હિન્દુ જાગરણ મંચને બદનામ કરવા તેમનો આત્મવિશ્વાસ તોડવાનું કાવતરું રચવામાં આવતું હોવાની તેમને આશંકા છે. કોના ઇશારે અમારા નામો ખંભાતના તોફાનોની ફરિયાદમાં સંડોવાયા છે. ફરિયાદની વિગતો તે સમય અમો ખંભાતમાં હાજર નહોતા. તેનો પુરાવો તેમની પાસે છે, પરંતુ કોઈપણ તત્વોના ઈશારે અને હિન્દુ સંગઠનનું મોરલ તોડવા માટે ફરિયાદમાં તેમનું નામ લખવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો.
આ ગંભીર મામલે નીરજભાઇએ માંગ કરી હતી કે, ખોટી ફરિયાદ દાખલ કરનાર પોલીસ અધિકારી જાહેરમાં માફી માગે નહીં તો આગામી ત્રણ દિવસ બાદ હિન્દુ સમાજ સહિત કાર્યકરો સાથે ખંભાતમાં રેલી યોજી પોલીસ પાસે પુરાવાની માંગ કરવામાં આવશે. વધુમાં ગુજરાત સરકારને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. જેમાં ખોટી ફરિયાદ કરનાર અધિકારી સામે ખાતાકીય તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવશે.