આણંદઃ આણંદના સાંસદ વિરુદ્ધ ખોટો ભ્રમ અને દ્વેષની લાગણી જન્મે તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં આસોદરના અંકિત પઢિયારે પોતાના ફેસબુક આઈડી પરથી વાયરલ કરી હતી. જે શખ્સ વિરુદ્ધ વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના સાંસદ મિતેશ પટેલે પરપ્રાંતીયોને વતન પરત મોકલવા સોશિયલ મીડિયા પર હેલ્પલાઇન નંબર ચાલુ કરી લોકોને વતન પરત ફરવામાં મદદ રૂપ થવા પ્રયત્નો કર્યા હતાં. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તે અંગે આસોદરના એક યુવાને સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકતાં વાસદ પોલીસ મથકમાં મિતેશ પટેલના પી.એ. દર્શન પટેલે ફરિયાદ કરી હતી.
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલના પીએ તરીકે કામગીરી કરી રહેલા દર્શનભાઈ અનિલભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનને લઈને પરપ્રાંતીય મજૂરોને ગુજરાતમાંથી પોતાના વતન જવા માટે સરકાર દ્વારા નિયમ અનુસાર કામગીરી ચાલી રહી છે. જેને લઈને લોકસેવા અર્થે સાંસદે એક ફેસબુક પેજ બનાવ્યું હતું. જેમાં જિલ્લામાં રહેતા પરપ્રાંતીયોને પોતાના વતન જવા માટે કોઈ માર્ગદર્શનની જરૂરત હોય તો આપેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ દરમિાયન આસોદરના રહેવાસી અંકિત પઢિયારે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ કરી હતી. પોસ્ટમાં જણાવ્યું છે કે, 'ભાજપના સાંસદે કોંગ્રેસના સેવાકાર્યોની નકલ કરી એ સારી બાબત છે, પણ ઉતાવળમાં સાંસદ મહોદયે બે કબૂતરોને રાખી હેલ્પલાઈન ચાલુ રાખી જેના નંબર 9173××××97 અને 6351××××05 પર મેં તપાસ કરવા ફોન કર્યો તો હાસ્યાસ્પદ જવાબ મળ્યો હતો. મેં કીધું મારુ ઉત્તરપ્રદેશ જવા માટે રજીસ્ટ્રેશન થઈ ગયુ છે. કાલે મારી ટ્રેન છે, મને ટિકિટ માટે મદદ કરો. તો સાંસદે રાખેલા કબૂતરોનો જવાબ હતો કે, ટિકિટના રૂપિયા તમારે જાતે ખર્ચ કરવાના. મંજૂરી પણ તમારે જાતે લેવાની. તો પછી આમાં સેવા ક્યાં છે. સાંસદ લોકોને મૂર્ખ સમજે છે, ચાલો બધા ડાયલ કરો અને ભાજપની પોલ ખોલો.'
દર્શન પટેલના જણાવ્યા અનુસાર, આ પોસ્ટને લઈને કેટલાય પરપ્રાંતીયો દ્વારા હેલ્પલાઈન પર ફોન કરીને ભાડાની માંગણી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ખરેખર સાંસદે ભાડુ ચુકવવાની કોઈ વાત જ કરી નહોતી, તેમ છતાં પણ તેમના વિરૂદ્ધ દ્વેષ ફેલાય તેવી પોસ્ટ વાયરલ કરી આ યુવાને લોકડાઉનમાં જરૂરિયાત મંદોને ગેરમાર્ગે દોરી સાંસદ વિરુદ્ધ દ્વેસ ફેલાય તેવી પોસ્ટ કરી છે. જેથી તે યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદમાં સાંસદ વિરુદ્ધ ફેક પોસ્ટ વાયરલ, પોલીસે આરોપીની કરી ધરપકડ - કોરોના વાઈરસ ન્યૂઝ
આણંદના સાંસદ વિરુદ્ધ ખોટો ભ્રમ અને દ્વેષની લાગણી જન્મે તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર આસોદરના અંકિત પઢિયાર વિરુદ્ધ વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.