ખંભાત: આણંદના ખંભાતમાં 10 એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા (ram navami shobha yatra 2022)માં પથ્થરમારો (Communal Violence In Khambhat) થતા અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ પથ્થરમારાના કારણે ખંભાત (stone pelting in khambhat)ના રહેવાસી વૃદ્ધ કન્નૈયાલાલ રાણા નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન અવસાન થયું હતું. ખંભાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી.
રેન્જ આઇજી ગઈકાલે રાત્રે જ ખંભાત આવી ગયા હતા- પેટલાદ સિવિલ હોસ્પિટલમાં (Petlad Civil Hospital)થી મૃતદેહને જ્યારે ખંભાત લાવવામાં આવ્યો ત્યારે આખું શહેર તેમને જોવા માટે રોડ પર આવી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ગંદરપવાડાથી લઈને સ્મશાન યાત્રાના આખા રૂટ પર ખંભાતવાસીઓ મૃતકને પુષ્પો અને માળા ચડાવી તેમના અવસાન પર ખેદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી વી. ચન્દ્રશેખર પણ ગઈકાલની રાત્રે જ ખંભાત આવી પહોંચ્યા હતા.
સ્મશાન યાત્રામાં શરૂથી અંત સુધી જય શ્રીરામના નારા- તેમણે સતત સ્થિતિ પર ચાંપતી નજર રાખીને શાંતિ અને સલામતી (Peace and security In Gujarat)ની સ્થિત યથાવત રહે તે રીતે વ્યવસ્થાનું પ્રત્યક્ષ અવલોકન કર્યું હતું. મૃતકની અંતિમયાત્રા નીકળી ત્યારે 2 SP, DySP, SRPની ટુકડીઓ સહિતનો મોટો પોલીસ કાફલો સ્મશાનયાત્રા સાથે જોતરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા (stone pelting in gujarat)માં મૃત્યુ પામેલા મૃતકની સ્મશાન યાત્રામાં શરૂથી અંત સુધી જય શ્રી રામના નારા સતત લાગ્યા હતા અને ખંભાતનું બજાર પણ સ્વયંભૂ બંધ રહ્યું હતું.
આ પણ વાંચો: Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ
પૂર્વ આયોજિત તોફાનો!- મહત્વનું છે કે, ખંભાત માં સતત બનતા કોમી તોફાનો (Communal riots In Gujarat) ક્યાંકને ક્યાંક પૂર્વ આયોજિત કાવતરાઓ તરફ ઈશારો કરી રહ્યા છે. 2019, 2020 અને 2022માં ખંભાતમાં કોમવાદી દુષણોને પ્રોત્સાહિત કરીને શહેરની શાંતિ ડહોળવાના સતત પ્રયત્નો થતા હોય તેવું લાગી રહ્યું છે. અંતિમ યાત્રા પૂર્વે પ્રજાએ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં ચિચિયારીઓ બોલાવી હતી અને મૃતકના પરિવારને સાંત્વના આપવા દીધા વગર સ્થળ પરથી કાઢી મૂક્યા હતા, ત્યારે પોલીસે તેમને કોર્ડન કરી લઈ જવા માટે ફરજ પડી હતી.
મૃતકની વિશાળ સ્મશાનયાત્રા નીકાળવામાં આવી- ખંભાતના લોકોના આ આક્રોશથી એવું જણાતું હતું કે, ખંભાતમાં સતત 3 વર્ષથી બનતી આવી કોમી ધમાલની સ્થિતિમાં ધારાસભ્ય પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નીવડ્યા છે. આ સમયે હાજર શહેર પ્રમુખ પીનકીન બ્રહ્મભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મૃતકની વિશાળ સ્મશાનયાત્રા નીકાળી હતી, જે ભગવા ધજાઓ અને જય શ્રી રામના નારા સાથે બેન્ડ સહિત ખંભાતના સ્મશાન સુધી પહોંચી હતી.