ETV Bharat / state

આણંદમાં બન્યું નવું કમલમ્, CM ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યું દેશનું મોડલરૂપ કાર્યાલય - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

આણંદ જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય શ્રી કમલમનો શુભારંભ કરવામાં આવ્યો (Inauguration BJP Office in Anand) હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) આ કાર્યાલયનુું ઉદ્ઘાટન કર્યું હતું. નાવલી પાસે આવેલા આ કાર્યાલયમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આણંદમાં બન્યું નવું કમલમ્, CM ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યું દેશનું મોડલરૂપ કાર્યાલય

author img

By

Published : Sep 27, 2022, 12:39 PM IST

આણંદ જિલ્લામાં નાવલી પાસે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ભાજપના કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ (Inauguration BJP Office in Anand) કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના (CR Patil) હસ્તે આ કાર્યાલયને ખૂલ્લું મૂકાયું હતું.

રાજ્યનું નહીં પણ દેશનું મોડલરૂપ કાર્યાલય અહીં મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ જિલ્લા મધ્યસ્થ કાર્યાલયમાં (Inauguration BJP Office in Anand) કાર્યકરો, હોદ્દેદારોની ઓફિસ, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓને નીહાળી હતી. સાથે જ બંનેએ રાજ્યનું નહીં, પરંતુ દેશમાં મોડલરૂપ કાર્યાલય આણંદ બન્યું હોવાનું જણાવીને જિલ્લા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના નાનામાં નાના કાર્યકરના સહયોગથી અદ્યતન કાર્યાલય બન્યાનું જણાવીને સૌને અભિનંદન પાઠવીને તમામનો મુખ્યપ્રધાને (CM Bhupendra Patel) આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે આ કાર્યાલયને ખૂલ્લું મૂકાયું

સાતેય બેઠક ભાજપ જીતશે અક્ષરફાર્મ ખાતે ભાજપ કાર્યકર્તાઓના યોજાયેલ પેજ સંમેલનમાં (BJP Workers Sammelan) પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (CR Patil) આણંદના શ્રેષ્ઠ કાર્યાલયમાં (Inauguration BJP Office in Anand) કામ થકી શોભા વધશે તેમ જણાવ્યું હતું. સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) જિલ્લાની તમામ સાતેય બેઠકો ભાજપને જીતાડવા માટે કાર્યકરોને હાકલ કરી હતી.

મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષે કાર્યાલયની કામગીરીની બિરદાવી

છેવાડાના માનવી સુધી વાસ્તવિકતા પહોંચાડવા હાકલ આ કાર્યાલયમાંથી કામગીરી આરંભીને છેવાડાના લોકો સુધી વાસ્તવિકતા પહોંચાડવી જરુરી હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો. વધુમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે સૌ કાર્યકરોને સાથે રાખીને ઊભું કરેલા કાર્યાલય પ્રશંસનીય હોવાનું જણાવીને કામગીરીને બિરદાવી હતી.

અદ્યતન સુવિધાથી સજ્જ
અદ્યતન સુવિધાથી સજ્જ

21 મહિનામાં ભાજપ કાર્યાલયનું કરાયું નિર્માણ અંધારિયા ચોકડી ખાતે અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે 20,000 ચોરસ ફૂટ જગ્યામાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું 21 માસના સમયગાળામાં નિર્માણ કરાયું છે. આમાં ભાજપની મુખ્ય 5 સહિત વિવિધ મોરચા સેલ માટે હોદ્દેદારો, કાર્યકરો માટે ઓફિસ બેઠક વ્યવસ્થા, લાયબ્રેરી, કિચન, કોન્ફરન્સ હોલ, વિશાળ મીટીંગ હોલ અને પાયાની સુવિધાઓનું નિર્માણ કરાયું છે.

આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મુખ્ય દંડક પંકજ દેસાઇ, જિલ્લા પ્રભારી અમિતભાઈ, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્યો મયુર રાવલ અને ગોવિંદ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, આણંદ પાલિકા પ્રમુખ રૂપલ પટેલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ અને લાલસિંહ વડોદિયા સહિતના અગ્રણીઓ અને હોદ્દેદારો તેમ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.