આણંદના પેટલાદ તાલુકામાં આવેલ આનંદ પુરા ગામના બાળકોએ એક એવું કામ કર્યું છે કે, જે વિશે સાંભળી દરેક વ્યક્તિને આનંદ થશે. આ ગામના ચાર પાંચ નાના બાળકોએ લોકો દ્વારા રસ્તામાં ફેલી દીધેલ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી ભરી આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણી વ્યવસ્થા કરી છે.
બાળકોએ જણાવ્યું કે, અવારનવાર આ વિસ્તારમાં ગરમીના કારણે પક્ષીઓ મોતને ભેટતા હોય છે. જેથી કરી તેમના દ્વારા પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે પીવાની પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી પક્ષીઓને બચાવી શકાય અને સાથે સાથે નિસ્વાર્થ સેવા પણ થઈ શકે.