આણંદઃ હાલ કોરોના મહામારીના કારણે આવેલી વૈશ્વિક મંદીની પરિસ્થિતિને પહોંચી વળવા તથા ઉદ્યોગકારોને પડતી હાલાકીમાં મદદરૂપ થવા માટે ચરોતર ગેસ દ્વારા અગમચેતી દાખવી PNG ગેસના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં જુલાઈ 2020માં 2.35 રૂપિયા, ઓગસ્ટ 2020માં 2.37 અને 1 સપ્ટેમ્બર 2020થી 2.64 રૂપિયાનો ઘટાડો કરી કુલ 7.30 રૂપિયાના ઘટાડા સાથે ઉદ્યોગકારોને સીધો ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે,
વિઠ્ઠલ ઉદ્યોગનગર આણંદ તથા કણજરીના ઉદ્યોગોને PNG ગેસના ભાવમાં ઘટાડો લાવી ફાયદો કરી આપવા માટે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા વૈશ્વિક બજારની સ્પર્ધામાં આવેલી મંદીના કારણે આ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ઉદ્યોગકારોને થશે.
ઉદ્યોગકારોની આર્થિક મજબૂતી માટે ચરોતર સહકારી ગેસ મંડળીની પહેલ, PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કરાયો - Charotar Cooperative Gas Society
ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા આણંદ-વિદ્યાનગર અને ચરોતર ગેસના વપરાશકર્તા ઉદ્યોગકારોને PNG ગેસના ભાવમાં પ્રતિ SCM3 રૂપિયા 7.30નો ઘટાડો છેલ્લા ત્રણ માસમાં કરી આપવામાં આવ્યો છે.