મળતી વિગત અનુસાર બુધવારની સાંજે 6 વાગ્યે બાઈક લઈ આણંદ શહેર પોલીસ મથકે આવ્યો હતો. પોલીસ સ્ટેશનની સામે જ બાઈક પાર્ક કરી દીધું હતું. જેથી ફરજ પર હાજર GRD જવાન દ્વારા બાઈક ખસેડીને અન્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા નાગરિક દ્વારા GRD જવાને અપશબ્દો બોલી અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો.
અચાનક બોલાચાલી ચાલુ થતાં પીઆઈ આર.આર ભાભરા તેમની ચેમ્બરમાંથી બહાર આવી ઉશ્કેરાયેલ શખ્સને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. એકદમ પીઆઇ પર ગુસ્સે ભરાઇ ગયેલ શખ્સે ફરજ પર હાજર અધિકારીની ફેટ પકડીને હચમચાવા લાગ્યો હતો. ભૂલી બેઠેલ શખ્સ પર કાબુ મેળવવા જરૂરી બળપ્રયોગ કરી પોલીસ જવાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જાવેદ વોહરા સાઈકીક હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ પોલીસે તેના વિરુદ્ધ સરકારી કામમાં અડચણ ઉભી કરી અને પોલીસ જવાનો સાથે મારામારી કરવાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.