- જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ધમધમાટ શરૂ
- સ્થાનિક સ્વરાજની ચૂૂંટણીઓને લઈ કરવામાં આવી અધિકારીઓની નિમણૂંક
- 8 રિટર્નિંગ ઓફિસર અને 32 આસિસ્ટન્ટ રિટર્નિંગ અધિકારીની નિમણૂંક
- વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓની કરાઈ નિમણૂંક
- રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ કામગીરી કરાઈ શરૂ
- આણંદમાં 196 તાલુકા પંચાયત અને 42 જિલ્લા પંચાયતની બેઠકો માટે કરાઈ નિમણૂંક
આણંદઃ જિલ્લા પંચાયત અને જિલ્લાની જુદી 8 તાલુકા પંચાયતમાં કામકાજ પૂરું થવાનું હોય ત્યાં ચૂંટણીનું આયોજન માટેની તારીખો જાહેર કરવામાં આવી નથી. છતાં પણ ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા હોય તેમ આણંદ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે માટે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.