- APMC કર્મીઓએ કરી માગ
- કર્મચારીનો સરકાર હસ્તક કે માર્કેટિંગ બોર્ડમાં સમાવવા રજૂઆત
- વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં કર્મીચારીઓએ મુખ્યપ્રધાનના દ્વાર ખખડાવ્યા
આણંદઃ નવા APMC કાયદાને કારણે રાજ્યની 224 જેટલી APMCની હાલત કફોડી થઇ છે. જેમાં કર્મચારીઓને નોકરીની સુરક્ષા સલામતી બાબતે ગત 9 માસથી કર્મચારી સંઘ દ્વારા સરકારમાં ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે આજદિન સુધી કોઇ નિરાકરણ નહીં આવતા રાજ્ય સમિતિના પ્રમુખ હોદ્દેદારો સહિત ખંભાત APMCના કર્મીઓએ મુખ્યપ્રધાન સહિત સહકાર પ્રધાનના દ્વાર ખખડાવ્યા છે.
નવા ખેડૂત કાયદાને લઈને APMC કર્મીઓ દયનીય હાલતમાં
આ અંગે APMC ખંભાતના ચેરમેન સંજયસિંહ રાઓલે જણાવ્યું હતું કે, નવા કાયદા લાગુ થતાં ખેતીવાડી બજાર સમિતિની આવક પર સીધી અસર પહોંચી છે. આટલું જ નહીં ફેસ બચાવવા વેપારીઓ પણ APMCની બહાર જઈને ખરીદી કરી રહ્યા છે અન્ય APMCની હાલત દયનીય બની છે. આ સાથે જ વિવિધ કર્મચારીઓને છુટા કરાયા છે. જેથી તેમના પગારના પણ ફાંફા પડી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, જો લાંબા ગાળે આ સ્થિતિ સર્જાશે તો કેટલી APMCના પાટીયા પડી જાય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
કર્મચારીઓ તરફી નિર્ણય નહીં આવવા પર અનેક APMCના પાટીયા પડી શકે
આ અંગે ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અટોદરિયાએ જણાવ્યું કે, 06 મે 20ના રોજ રાજ્ય સરકારે બજારમાં વટહુકમ દ્વારા ૨૬ જેટલા સુધારા અમલી બનાવ્યા છે. જે કાયદામાં પરિવર્તિત થયેલા છે. આ પૈકી અમુક સુધારાને કારણે બજાર સમિતિ તેમજ કર્મચારીઓના હિત પર મોટી અસર પડી છે. વટહુકમ બાદ આવક ઘટાડાને લઈ ઘણી બજાર સમિતિઓ પગાર પણ કરી શકતી નથી, જેથી વિકાસના કામો અટકી ગયા છે. જથી આગામી દિવસોમાં અનેક APMCના પાટીયા પડી શકે છે.