મળતી માહિતી મુજબ, આંકલાવ માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેની જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર પરમાર સાથે પ્રેમ થયો હતો. જે બાદ આ શિક્ષકે લગ્નની લાલચ આપી આ વિદ્યાર્થીનીને ભગાડી જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નરાધમ શિક્ષકે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના પ્રેમજાળમાં ફોસલાવીને તેનું અપહરણ કર્યું હતું. આ શિક્ષક પહેલાથી જ પરીણિત છે અને તે બે બાળકોનો પિતા પણ છે. તેમ છતાં તે આ વિદ્યાર્થીનીને તેના પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી લઇ ગયો હતો. આ બાબતની જાણ વિદ્યાર્થીનીના માતા પિતાને થતા તેમણે શિક્ષક વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ પોતાની ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો વિરુદ્ધ ગુનો નોંધી નરાધમ શિક્ષકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.