- આણંદ શહેરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ
- 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા
- આણંદ શહેરની પ્રિ મોન્સૂન ( Pre monsoon operations )ની કામગીરી નિષ્ફળ સાબિત થઇ
Anand Rain News : શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીને લઇને વાહનચાલકોને અગવડ પણ પડી હતી. આણંદ શહેરના ગામડીવડ, લોટ્યા ભાગોળ, નવા બસ સ્ટેશન રોડ, વ્યાયામ શાળા રોડ, એવી રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માત્ર ગણતરીના કલાકોમાં વરસેલા 5 ઇંચથી વધુ વરસાદને કારણે આણંદ નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ ભરાયેલા પાણીને રોકવામાં અસમર્થ જોવા મળ્યુ હતુ.
આણંદ વહીવટી તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી ( Pre monsoon operations ) સામે સવાલો
આણંદ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે આણંદ જિલ્લા પોલીસ વડાનું નિવાસ સ્થાન અને કચેરી પણ બેટમાં ફેરવાઇ ગયા હતા, ત્યારે આણંદ પોલીસ વડા પણ કેડ સમા પાણીમાં ઓફિસમાં જતા નજરે પડ્યા હતા. આણંદ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ પણ પાણી ડહોળી કામ અર્થે પહોંચ્યા હતા. વિવિધ વિસ્તારોમાં ભરાયેલું પાણી આણંદ વહીવટી તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી ( Pre monsoon operations ) સામે સવાલો ઉભા કરી રહ્યું છે.
વાહનચાલકોને 2 KM જેટલું વધારાનું અંતર કાપીને બીજા રસ્તે જવાની ફરજ પડી
ભારે વરસાદને પગલે ખેતિ નિયામકની કચેરીના કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા, ત્યારે અનાજના ગોડાઉન કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા. સદ્દનસીબે અનાજનો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત ગોઠવવા઼થી કોઇ નુકસાન થયુ ન હોવાનું ગોડાઉન મેનેજરે પણ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે આણંદથી ગામડાઓને જોડતા માર્ગ પર આવેલા તુલસી ગરનાળામાં પણ દર વર્ષેની જેમ પાણી ભરાતા વાહનચાલકોને 2 KM જેટલું વધારાનું અંતર કાપીને બીજા રસ્તે જવાની ફરજ પડી રહી છે.
ઓછા સમયમાં વરસેલો ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા
વરસાદને લઇને આણંદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર દ્વારા પણ બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારે આણંદ શહેરમાં વરસાદ માટે હકારાત્મક અભિગમ દાખવતા આણંદ જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, વરસાદ એ ભગવાનનો પ્રસાદ છે, ત્યારે ઓછા સમયમાં વરસેલો ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા છે. જે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, ત્યારે આણંદ નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ આ બાબતે જરૂરી કામગીરી કરી રહ્યુ છે.
- Anand Rain News : ભારે વરસાદના કારણે SP ઓફિસના કેમ્પસમાં ભરાયા પાણી
- Jamnagar Rain Update: જામનગરમાં સિઝનનો પ્રથમ વરસાદ, અનેક વિસ્તારોમાં અમી છાંટણા
- Rain news anand : ભારે વરસાદના કારણે SP ઓફિસના કેમ્પસમાં ભરાયા પાણી
- Bhavnagar Rain Update: સતત બીજા દિવસે આશરે એક ઇંચ વરસાદ સાથે વરસાદી માહોલ યથાવત
- Gujarat rain news - વલસાડમાં બીજા દિવસે પણ મેઘાવી માહોલ, અડધાથી 2 ઈંચ વરસાદ
- Monsoon Update: અમરેલી જિલ્લાના બાબરામાં 9 મીમી અને લાઠીમાં 16 મીમી વરસ્યો વરસાદ
- Gujarat Rain News: ગુજરાતમાં બેઠું ચોમાસુ, હવામાન વિભાગ અને નિષ્ણાંતોએ કરી 100 ટકાથી વધુ વરસાદની આગાહી
- Gujarat Rain News: ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર - કપરાડાના ખેડૂતોમાં ડાંગરનું બિયારણ લેવા માટે પડાપડી