આણંદ: પ્રાપ્ત માહિતી મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે યુજીસીની ગાઈડલાઈન અનુસાર પુનઃ અનુસ્નાતક કક્ષાની બાકી રહેલા વિષય તેમજ કેટલાક ખાસ વિષયોની પરીક્ષા લેવાનું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે - anand news
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે ગત 28 તારીખે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય પેપરની પરીક્ષાઓમાં સરેરાશ 95 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવા સહિત આ અંગે યુજીસીની ગાઈડલાઈનનો અમલ કરવા જણાવાયું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે