આણંદ: સાંસદ મિતેષ પટેલ દ્વારા જનતાને જાગૃત બની જનતા કરફ્યુને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે. ETV ભારત સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સાવચેતી રાખીશું તો ચોક્કસ સલામત રહીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યૂ માટે રવિવારે ઘરમાં રહેવા માટે અપીલ કરી છે. તેના સમર્થનમાં તેમણે લોકોને વારંવાર હાથ ધોવા તથા જાહેરમાં એકઠાં ન થવા અને સામાજિક મેળાવણામાં સામેલ ન થવા અપીલ કરી હતી.