ETV Bharat / state

તારાપુર હાઇવે પર લૂંટ કરતી ડફેર ગેંગને આણંદ LCBએ ઝડપી પાડી - આણંદ પોલીસ

આણંદ જિલ્લામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર સક્રિય થયેલી ડફેર ગેંગને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આ ગેંગ દ્વારા થોડા દિવસો અગાઉ આચરેલી લૂંટ બાદ ડ્રાઇવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે બાદ આણંદ પોલીસ દ્વારા રવિવારે આ ગેંગને ઝડપી લેવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Anand News
Anand News
author img

By

Published : Jun 7, 2020, 8:56 PM IST

આણંદઃ જિલ્લામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર સક્રિય થયેલી ડફેર ગેંગને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આ ગેંગ દ્વારા થોડા દિવસો અગાઉ આચરેલી લૂંટ બાદ ડ્રાઇવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે બાદ આણંદ પોલીસ દ્વારા રવિવારે આ ગેંગને ઝડપી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ 29 મેના રોજ તારાપુર હાઇવે પર લૂંટની ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ટ્રક ડ્રાઇવર દ્વારા બનેલી ઘટનાનું વિવરણ આપવામાં આવ્યું હતું. જે બાદ સક્રિય થયેલી આણંદ પોલીસે વીડિયોના આધારે આ ડફેર ગેંગને ઝડપી પાડી હતી.

તારાપુર હાઇવે પર લૂંટ કરતી ડફેર ગેંગને આણંદ LCBએ ઝડપી પાડી
આ અંગે આણંદ હેડક્વાટર્સ DYSP ડી આર ભાટિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ત્રણ ડફેર આરોપીઓને ઝડપી લીધા છે. આ લોકોની કોમન જરૂરિયાત હતી કે, ટ્રક ડ્રાઇવરને બેટરી મારફતે ટ્રક રોકાવતા અને ત્યારબાદ હથિયારો બતાવી તેમના કપડાંથી તેમના હાથ પગ બાંધીને કિંમતી સામાનની લૂંટ ચલાવી લેતા હતા. આ ગેંગમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 1) જમાલ દાઉદ સિન્ઘી, 2) રજનીકાંત દામોદર શ્રીમાળી, 3) ઘનશ્યામ દેવીપૂજક તમામ ગાગડતા ધોળકાના રહેવાસી છે. આમની સાથે અન્ય આરોપીઓની સાંભવના રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.