- આણંદ શહેરમાં કુલ 17 હોસ્પિટલમાં કોરોના દર્દીઓને આપવામાં આવે છે સારવાર
- આણંદ ફાયર વિભાગ દ્વારા ફાયર NOC માટે ચાર હોસ્પિટલને આપવામાં આવી નોટિસ
- ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા આરોગ્ય ક્ષેત્રે ગતિવિધિ તેજ
આણંદ : કોરોના મહામારીમાં ભરૂચની હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓ ના મોત થવાની ઘટના બન્યા બાદ આણંદ ફાયર વિભાગ( Anand Fire Department ) હરકતમાં આવ્યું છે. આણંદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપતી સરકારી અને ખાનગી 17 હોસ્પિટલમાં આણંદ ફાયર વિભાગે ( Anand Fire Department ) અચાનક ફાયર સેફ્ટી NOC માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - આણંદ ફાયર વિભાગનો સપાટોઃ તંત્રએ બે દિવસમાં 40થી વધુ હૉસ્પિટલને નોટિસ પાઠવી
આણંદ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર NOC અંગેનું ચેકિંગ હાથ ધરાયું
આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department )માં ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આણંદ શહેરની મોટા ભાગની હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વર્તમાન કોરોના મહામારી વચ્ચે જ્યારે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બન્યા બાદ તકેદારીના ભાગ રૂપે આણંદ ફાયર વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપતી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ અને ફાયર NOC માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - આણંદ ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ
આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department )ના ચીફ ફાયર ઓફિસર - અન્ય હોસ્પિટલમાં સબસલામત છે
આ ચેકિંગ દરમિયાન આણંદ શહેરમાં આવેલી 4 ખાનગી હોસ્પિટલમાં ફાયર NOC ન હોવાની જાણકારી સામે આવી છે, જ્યારે અન્ય હોસ્પિટલમાં સબસલામત હોવાનો દાવો આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department )ના ચીફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા ફાયર NOCની માંગણી કરવામાં આવે છે કેમ? તે પણ એક સવાલ છે.
આ પણ વાંચો - વીજળી પડવાથી પૂળાની ગાંસડીઓમાં લાગી આગ, આણંદ ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવાયો કાબૂ