આણંદઃ આ જિલ્લામાં કુલ 8 તાલુકા પંચાયતો આવેલ છે. આ પંચાયતોના પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન માટે આવતીકાલે ચૂંટણીઓ યોજાવાની છે. વર્તમાન હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. જ્યારે નવા હોદ્દેદારો અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણી લડશે.
ભાજપે મેન્ડેટ આપતા રાજકારણ ગરમાયુંઃ આણંદની 8 તાલુકા પંચાયતમાંથી 7 પંચાયત પર ભાજપનો કબ્જો છે. જ્યારે 1 પંચાયત કૉંગ્રેસ પાસે છે. ભાજપ પાસે રહેલી તાલુકા પંચાયતોમાં આણંદ, બોરસદ, તારાપુર, ખંભાત, પેટલાદ, સોજિંત્રા, ઉમરેઠનો સમાવેશ થાય છે. જ્યારે આંકલાવ તાલુકા પંચાયત કૉંગ્રેસ પાસે છે.
ઉમેદવારોમાં ઉત્સાહઃ ભાજપે 7 તાલુકા પંચાયતના ઉમેદવારો માંથી પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ સાથે કારોબારી ચેરમેન પદ માટે નામ સાથેના મેન્ડેટ જાહેર કરી દીધા છે. સંભવિત ઉમેદવારો દ્વારા પક્ષના ઈશારે ઉમેદવારોએ નામાંકન પત્રો ભરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ભાજપના ઉમેદવારો અત્યારથી જ ગેલમાં આવી ગયા છે. તેમણે જાણે કે સંભવિત પરિણામ ખબર હોય તેમ ભાજપ ઉમેદવારોની ઓફિસમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. નાગરિકોમાં આ વખતે પણ ભાજપ જ બાજી મારી જશે તેવો ગણગણાટ સંભળાય છે.
ભાજપ હસ્તક તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
આણંદ તાલુકા પંચાયત
પ્રમુખ: પારૂલબેન પરમાર(વાસદ)
ઉપપ્રમુખ: કલ્પેશ પટેલ(મોગરી)
કારોબારી ચેરમેન: રોહિત ઉર્ફે લખન વાઘેલા(ગામડી)
બોરસદ તાલુકા પંચાયત
પ્રમુખ: મિહિર પટેલ(ઝારોલા)
ઉપપ્રમુખ: લક્ષ્મીબેન પરમાર(બોચાસણ)
કારોબારી ચેરમેન: મફતભાઈ સોલંકી(ખાનપુર)
તારાપુર તાલુકા પંચાયત
પ્રમુખ: શિલ્પાબેન પટેલ(તારાપુર)
ઉપપ્રમુખ: પ્રેમિલાબેન રાઠોડ(બુધેજ)
કારોબારી ચેરમેન: નરેન્દ્રભાઇ સોલંકી(ખડા)
ખંભાત તાલુકા પંચાયત
પ્રમુખ: શિવાનીબેન પટેલ(ઉદેલ)
ઉપપ્રમુખ: વિરેન્દ્રસિંહ પરમાર(હરીપુરા)
કારોબારી ચેરમેન: રમેશભાઈ ડોડીયા(વટાદરા)
પેટલાદ તાલુકા પંચાયત
પ્રમુખ: સોનલ પટેલ(આમોદ)
ઉપપ્રમુખ: કિરણ પરમાર(બાંધણી)
સોજિત્રા તાલુકા પંચાયત
પ્રમુખ: મેહુલ ગોહેલ(દેવા તળપદ)
ઉપપ્રમુખ: કોકિલાબેન સોલંકી(બાલીન્ટા)
કારોબારી ચેરમેન: આરતીબેન પરમાર(બાંટવા)
પક્ષના નેતા: ભરત બારૈયા (વિરોલ)
ઉમરેઠ તાલુકા પંચાયત
પ્રમુખ: પ્રતાપસિંહ સોલંકી(વણસોલ)
ઉપપ્રમુખ: સૂર્યાબેન ઝાલા(સુદરણા)