ETV Bharat / state

Anand Collector: આણંદ કલેક્ટરને તાત્કાલિક કરાયા સસ્પેન્ડ, એક વીડિયો ક્લિપમાં લેવાયો ભોગ

આણંદના કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલેકટરનો મહિલા સાથે કઢંગી હાલતમાં કથિત વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. ગાંધીનગર સચિવાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આણંદ કલેક્ટરને તાત્કાલિક કરાયા સસ્પેન્ડ, વિડિયો વાયરલ થવાને લઈ IAS સામે તપાસ શરુ કરાઈ હતી

author img

By

Published : Aug 10, 2023, 11:25 AM IST

આણંદ: જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા IAS અધિકારી ડી એસ ગઢવીની ગેરવર્તણૂક અને નૈતિક પતન બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે ચકચાર મચી જવા પામી છે. હાલ તેમના આણંદ સ્થાને DDO મિલિંદ બાપનાને જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન સુધી પહોંચી વાત: આણંદ જિલ્લા કલેકટર ડી એસ ગઢવીનો એક વિડિયો વાયરલ થઈ થયો હતો. આ વિડિયો મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો હતો. જે બાદ સમગ્ર ઘટના પર શિસ્ત ભંગના પગલા ભરવા આવ્યા છે. આ વિષય પર તાપસ માટે સરકારે એક મહિલાની કમિટી બનાવી છે. બીજી તરફ વાઇરલ વીડિયોમાં દેખાતી મહિલા કોણ છે અને જિલ્લા કલેકટર સાથે કેવી રીતે તે સંપર્કમાં આવી તે અંગે પણ અનેક અટકળો વહેતી થઈ છે. જે તમામ બાબત તપાસ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવશે.

કલેકટરને ટાર્ગેટ?: વાઇરલ વિડિયોમાં જિલ્લા કલેકટર કચેરીના કલેક્ટરના કેબિનમાંથી સમગ્ર વિડિયો ઉતારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. તેવામાં શું આ વીડિયોમાં જિલ્લા કલેકટરને ટાર્ગેટ બનાવીને કોઈ કામગીરી કરી હતી કે અન્ય કોઈ ઈરાદા સાથે આ વિડિયો વાયરલ કરવામા આવ્યો છે ?તે પણ એક મોટો સવાલ છે. વાઇરલ વીડિયોમાં દેખાતી તારીખ 7 મહિના પહેલા ની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ વિડિયો વાઇરલ થવામાં આટલો સમય લાગવા પાછળ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ જિલ્લામાં અચાનક જિલ્લા કલેકટરની વીડિયો કાંડને કારણે બદલી કરી દેવામાં આવી છે. જે બાદ અનેક અટકળો વહેતી થઈ છે.

  1. Karnataka Viral video: કર્ણાટકમાં પોલીસ દ્વારા પૈસા વસૂલવાનો વીડિયો વાયરલ, બે સસ્પેન્ડ
  2. Surat News: જૂથ અથડામણમાં ઓલપાડ પંચાયતના બે સભ્યોના નામ ખુલ્યા, યુદ્ધના ધોરણે સસ્પેન્ડ
  3. Ahmedabad News : અંતે ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાશે, હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવાશે, ચાર અધિકારી સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.