આણંદઃ શહેર પાસે નેશનલ હાઇવેને અડીને આવેલું વઘાશી ગામના નાગરિકો દ્વારા આખું ગામ સ્વયં કોર્નટાઇલ કરી દેવમા આવ્યું છે. આણંદમાં બુધવારના રોજ કોરોનાનો પ્રથમ પઝિટિવ કેસ આવતાની સાથે આણંદ પાસે નેશનલ હાઇવે પર આવેલ વઘાસી ગામ કે જ્યાં 5000 જેટલા લોકો વસે છે, ત્યાના સ્થાનિક યુવાનો દ્વારા સરપંચને રજૂઆત કરમાં આવી હતી કે વૈશ્વિક મહામારીની બીમારીનો એક કેસ આણંદ જિલ્લામાં નોંધ્યો છે.

ત્યારે આપણા વઘાશી ગામને આ બીમારીથી બચાવવા માટે આખું ગામ કોરેન્ટાઇલ કરી દેવામાં આવ્યું છે. જેથી ગામના વ્યક્તિઓ નકામા બહાર નહીં જાય અને બહારના વ્યક્તિઓ ગામમાં નહીં આવે તો કોરોનાની અસર ગામમાં નહીં થાય. આ વાત સરપંચને યોગ્ય લાગતા તેમના દ્વારા અને સ્વયંસેવક યુવાનોએ ભેગા મળી ગામને સંપૂર્ણ લોકડાઉન કરાવી દીધું છે.

વઘાસી ગામના રહેવાસીઓએ પણ યુવાનોના આ નિર્ણયને આવકાર્યો હતો અને સ્વયં ઘરમાં રહી ગામને સંપૂર્ણ કોરેનટાઈટ કરી સ્વયં સુરક્ષિત બન્યા હતા વઘાસી ગામના નાગરિકોએ ગામને સ્વયં પૂર્ણ lockdown કરી સરકારના આદેશનું પાલન કર્યું છે તથા અન્યને પ્રેરણાદાયક કામ કરી આસપાસના નાગરિકો ને સુરક્ષિત રહેવા જાગૃત કર્યા છે.

ગામના સરપંચ દ્વારા ગામમાં પ્રવેશવાના તમામ દ્વાર પર નોટિસ મારી જાહેર કરવામાં આવ્યું છે કે ગામમાં અધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં તથા બહારથી આવતા વેપારીઓએ પ્રવેશ કરવો નહીં જો કોઇ પ્રવેશ કરશે તો તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને 5000 રૂપિયા સુધીનો દંડ વસુલવાની પણ તેમના દ્વારા જાહેરાત લગાવવામાં આવી છે.

જે પ્રમાણે વઘાસી ગામના નાગરિકોએ ગામને સ્વૈચ્છિક પૂર્ણ કોરેન્ટાઇલ કરી જે કામગીરી દેખાડી છે, તે પ્રમાણે જિલ્લાના તથા રાજ્યના બીજા ગામના નાગરિકો પણ આ બીમારીની ગંભીરતા સમજી આ પ્રકારના પગલાં ભરે તો આવનાર સમયમાં ગુજરાત રાજ્યમાં કોરોનાનું પહેલા તું સંક્રમણ ચોક્કસથી અટકાવી શકાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.