આણંદ: અમૂલ ડેરી દ્વારા પશુપાલક ના હિતમાં લેવામાં આવ્યો નિર્ણય છે. દૂઘની ખરીદ કિંમતમાં કર્યો વધારો કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે પશુપાલકોને રૂપિયા 20નો વધારો આપ્યો છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ આપવામાં આવતા હતા. 800 રૂપિયા જે ના 820 કરવામાં આવ્યા છે. ભાવ વધારો આવતીકાલ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Indias Foreign Trade Policy 2023: ભારત એવા દેશ સાથે રૂપિયામાં વેપાર કરવા તૈયાર છે
હિતમાં નિર્ણયઃ અમૂલ દરેક પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે. આકસ્મિક રીતે અવસાન પામેલ પશુપાલકના બે બાળકો સુધીનો વીમો અપાશે. આ માટે 10 હાજર રૂપિયાનુું ફંડ નક્કી કરાયું છે. આણંદ સ્થિત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યું છે. અમૂલ દ્વારા દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા નાણાકીય વર્ષ 2023 ના અંતિમ દિવસે પશુપાલકોને ભાવ વધારો આપવા ની જાહેરાત કરવામાં આવી છે.
શું કહે છે ચેરમેનઃ અમૂલના ચેરમેન વિપુલ પટેલ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમૂલના પશુપાલકને દૂધ નો ઉત્તમ ભાવ મડી રહે તે હેતુથી એક એપ્રિલથી પશુપાલકોને પ્રતિ કિલોફેટ રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલ પરીવારનો ભાગ અને દૂધ ઉત્પાદક સભાસદો માટે આકસ્મિક વીમો પણ આપશે. ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલકને બે લાખનું વળતર મળશે. આ સાથે વીમો તે પશુપાલકોના પરિવારમાં બે બાળકોને દસ દસ હજાર રૂપિયાની આર્થિક સહાય પણ ચૂકવશે. સૌ પ્રથમ વખત સભાસદોને આકસ્મિક વીમો આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે વીમા નું પ્રીમિયમ પણ અમૂલ ભરશે.
ભાવ વધારો કરાયોઃ ક્મરતોડ મોંઘવારી વચ્ચે આર્થિક રીતે વધુ માર પડે એવા વાવડ સામે આવી રહ્યા છે. એક બાજુ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. બીજી તરફ દૂધ જેવી પાયાની ખાદ્ય વસ્તુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગના કાયદેસર સિસકારા બોલી જાય છે. ખિસ્સા ફાડ મોંઘવારી વચ્ચે અમૂલ બ્રાંડની દૂધની જુદી જુદી કેટેગરીમાં પ્રતિલિટરે રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
બે વાર ભાવ વધારોઃ ફેડરેશને છ મહિનામાં બે વખત ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારા મામલે ફેડરેશનનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનના ખર્ચામાં વધારો, પશુ આહારની કાચી સામગ્રી મોંઘી થવી તથા ઈંઘણના ભાવમાં વધારો થવાને કારણે આ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, હકીકત એ પણ છે કે, જ્યારે ડીઝલ કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થાય છે અને તે ચોક્કસ સમય પૂરતો મર્યાદિત રહે છે. એ સમયે વધી ગયેલા દૂધના ભાવમાં કોઈ પ્રકારે ઘટાડો થતો નથી.
આ પણ વાંચોઃ Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું
બ્રાંડના ભાવઃ અમૂલ ગોલ્ડનો જૂનો ભાવ 31 રૂપિયા હતો. જે વધીને 32 થયો છે. અમૂલ શક્તિનો જૂનો ભાવ 28 રૂપિયા હતો જે વધીને 29 કરાયો છે. અમૂલ બફેલોનો જૂનો ભાવ 32 હતો જે હવે 34 કરવામાં આવ્યો છે. સ્લીમ એન્ડ ટ્રીમ પહેલા 22 રૂપિયામાં મળતું હતું. જે હવેથી 23માં પ્રાપ્ય થશે. અમૂલ ટી સ્પેશ્યલ 29 રૂપિયાનું મળતું જે નવા દર સાથે 30 રૂપિયામાં મળશે. અમૂલ તાજા 25 રૂપિયામાં મળતું હતું જે હવે 26 રૂપિયામાં મળશે. કાઉ મિલ્ક 26 રૂપિયામાં મળતું જેમાં વધારો થતા તે 27માં મળશે. અમૂલ ચા મઝા 25 રૂપિયામાં મળતું જેમાં ભાવ વધારો થતા 26 રૂપિયામાં મળી રહેશે. એટુ કાઉ મિલ્ક 31 રૂપિયામાં મળતું હતું જે હવે 32 રૂપિયામાં મળશે.