ETV Bharat / state

અમૂલ ડેરી દ્વારા ભારતમાં સર્વપ્રથમ પશુપાલન માટે ડિજિટલ કૃત્રિમ વીર્યદાનની સેવા શરૂ થઇ - News of Anand district

ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને પશુપાલન તેનું એક અભિન્ન અંગ છે. ભારતના ગામડાઓમાં વસતા ઘણા કુટુંબોનું ગુજરાન પશુપાલન તેમજ દૂધ ઉત્પાદન થકી ચાલે છે. અમૂલ ડેરી કે જેણે શ્વેતક્રાંતિના પાયા નાંખી સમગ્ર દેશને દૂધ ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવ્યો છે તેમણે પશુઓની આનુવંશિકતા સુધારવા માટે કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ અમલમાં મુકી છે. જે પશુપાલકો માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

અમૂલ ડેરી દ્વારા ભારતમાં સર્વપ્રથમ પશુપાલન માટે ડિજિટલ કૃત્રિમ વીર્યદાનની સેવા શરૂ થઇ

author img

By

Published : Aug 14, 2020, 10:19 PM IST

આણંદ:કૃત્રિમ વીર્યદાન પશુઓની આનુવંશિકતા સુધારવા માટેની એક સિદ્ધ થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના થકી પશુપાલક વધુ પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરી શકે છે તેમજ આવનારી સંતતિમાં દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધારી શકે છે.

અમૂલ ડેરી દ્વારા કૃત્રિમ વીર્યદાન સેવાને ડીજીટલાઇઝડ કરવાનું નક્કી કરી સૌપ્રથમ 25 જેટલી દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રાયોગિક ધોરણે વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી અને એક વર્ષ સુધી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.તેના ઘણા સારા પરિણામો મેળવ્યા બાદ અમૂલ કાર્યક્ષેત્રની તમામ 1200 દૂધ મંડળીઓને ડીજીટલાઇઝેશન અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

અમૂલ ડેરી દ્વારા ભારતમાં સર્વપ્રથમ પશુપાલન માટે ડિજિટલ કૃત્રિમ વીર્યદાનની સેવા શરૂ થઇ
અમૂલ ડેરી દ્વારા ભારતમાં સર્વપ્રથમ પશુપાલન માટે ડિજિટલ કૃત્રિમ વીર્યદાનની સેવા શરૂ થઇ

આ પદ્ધતિ વિષે વધુ માહિતી અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસ દ્વારા આપવામાં આવી કે જ્યારે પશુ ગરમીમાં આવે છે ત્યારે સભાસદ દ્વારા અમૂલ કોલસેન્ટરમાં ફોન કરી જાણ કરવામાં આવે છે. કોલ સેન્ટરમાં નોંધણી થયા બાદ ઓટોમેટીક મેસેજ પશુપાલક તેમજ દૂધ મંડળીના કૃત્રિમ વીર્યદાન કર્મચારીને મોબાઈલ દ્વારા મળે છે.

કુત્રિમ વીર્યદાન કર્મચારી ત્યારબાદ તરત જ પશુપાલકના ઘરે પહોંચી કૃત્રિમ વીર્યદાન કરે છે અને સમગ્ર માહિતી સ્થળ ઉપર જ મોબાઈલમાં પૂર્ણ કરે છે જેનો મેસેજ પણ અમૂલ કોલસેન્ટરમાં તેમ જ પશુપાલકને મળે છે.અઢી માસ બાદ ગાભણ ચકાસણી માટેનો મેસેજ કૃત્રિમ વીર્યદાન કર્મચારીને મળે છે જેનાથી પશુઓની ગર્ભધારણ ચકાસણી કરવામાં આવે છે. જો પશુએ ગર્ભધારણ કર્યુ હોવાનું માલૂમ પડે તો તેની માહિતી મોબાઈલમાં પૂર્ણ કરવામાં આવે છે.

નવ માસ બાદ વિયાણ સંબંધિત માહિતી જેવી કે વાછડી /વાછરડાની જન્મતારીખની મોબાઇલમાં નોંધણી કરવામાં આવે છે આ માહિતીથી અમૂલ ડેરી દ્વારા ચરમ નાબૂદી તેમજ રસીકરણનું આયોજન કરી શકાય છે. સમગ્ર પ્રક્રિયામાં પશુપાલકને કોઈ પણ જાતની માહિતી રાખવી પડતી નથી અને બધી જ માહિતી સોફ્ટવેર દ્વારા અમૂલ ડેરી દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે.

કૃત્રિમ વીર્યદાન ડિજિટલાઈઝેશન કરવાથી સભાસદને ત્વરિત સેવા મળે છે તેમજ દુધાળા પશુઓની માહિતી પણ મોબાઈલમાં સંગ્રહિત રહે છે.

કૃત્રિમ વીર્યદાન કર્મચારીને કોઈપણ પ્રકારના રજીસ્ટર લખવા કે સાચવવા પડતા નથી અને દરેક માહિતી મોબાઈલમાં સ્થળ ઉપર જ ભરવી પડે છે. જેનાથી તેમનો ઘણો સમય બચે છે અને તેઓ સારી રીતે કામગીરી બજાવી શકે છે.

અમીત વ્યાસે વધુમાં જણાવ્યું કે આ પદ્ધતિનો ઘણો સારો પ્રતિસાદ અમૂલ કાર્યક્ષેત્રની દરેક દૂધ મંડળીના સભાસદો થકી મળ્યો છે. ડિજિટલાઈઝેશનથી અમૂલ કાર્યક્ષેત્રમાં કેટલા પશુ ગાભણ છે કેટલાનું વિયાણ થવાનું છે અને કેટલું દૂધ સંપાદીત થશે તેની ચોક્કસ માહિતી મેળવી તેના પ્રોસેસિંગનું આયોજન કરી શકાય છે.

હાલ અમૂલ કોલ સેન્ટર દ્વારા 4500થી વધુ કૃત્રિમ વીર્યદાન માટેના રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. હજુ પણ અમૂલ આ પદ્ધતિને વધુ અસરકારક બનાવવા પ્રયત્નશીલ છે. અમૂલ ડેરી દ્વારા કાર્યક્ષેત્રમાં વાર્ષિક 10 લાખથી વધુ વીર્યદાન કરવામાં આવે છે. ડિજિટલાઈઝેશન થકી પારદર્શક માહિતી તેમજ તેનું એનાલિસિસ કરી ચોક્કસ નિર્ણય કરી શકાય છે અને પશુપાલનના ધંધાને વધુ વેગવંતો બનાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.