ETV Bharat / state

વડતાલ રોડ પર રીક્ષા અને ગાડી વચ્ચે સર્જાયો Accident, 7 લોકો ઇજાગ્રસ્ત - Vidhyanagar Police

વડતાલથી આણંદ તરફ આવી રહેલી cng રીક્ષાને શનિવારે સવારે જોડ ગામ પાસે Accident નડ્યો હતો. જેમાં 7 જેટલા લોકોને વધતા ઓછાં પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

વડતાલ રોડ પર રીક્ષા અને ગાડી વચ્ચે સર્જાયો Accident, 7 લોકો ઇજાગ્રસ્ત

author img

By

Published : Jul 10, 2021, 1:42 PM IST

  • વડતાલ જોડ વચ્ચે મારુતિ ગાડી અને રીક્ષા વચ્ચે Accident
  • રિક્ષાસવાર પેસેન્જરને વધતાં ઓછા પ્રમાણમાં ઇજાઓ
  • અકસ્માતમાં અંદાજિત 7 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ

    આણંદઃ પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે વહેલી સવારે સાડા આઠ વાગ્યાના સુમારે એક પેસેન્જર cng રીક્ષા વડતાલથી આણંદ તરફ આવી રહી હતી, ત્યારે વડતાલથી અંદાજિત બે ત્રણ કિલોમીટર દૂર આવેલ જોડ ગામે મારુતિ ગાડી સાથે Accident સર્જાયો હતો. જેમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી. રીક્ષામાં સવાર પેસેન્જરને આ Accident માં વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી.

    વહેલી સવારે સર્જાયેલા Accident માં સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતાં. જેમાંથી કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા વિદ્યાનગર 108 તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
રીક્ષાસવાર 7 લોકોને નાનીમોટી ઈજાઓ થઈ હતી

વારંવાર Accident સર્જાય છે

ઉલ્લેખનીય છે કે આણંદ વડતાલ રોડ પર નાના મોટા Accident બનતા રહેતા હોય છે.આ માર્ગ નેશનલ હાઇવેથી યાત્રાધામ વડતાલ થઈને આણંદ જિલ્લામાં પ્રવેશતો હોવાથી આ માર્ગ પર સામાન્ય ટ્રાફિક જોવા મળતો હોય છે. વધુમાં આ માર્ગ બાકરોલ થઇને વિદ્યાનગર આવતો હોઇ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા નોકરિયાત વર્ગના લોકોને વધુ અનુકૂળ રહેતો હોવાથી પણ સામાન્ય ટ્રાફિક જોવા મળતો હોય છે. તેવામાં પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા એક વર્ષના સમય ગાળા દરમિયાન નાના મોટા દસ જેટલા Accident સર્જાયા હોવાની માહિતી સત્તાવાર સૂત્રો પાસેથી મળી છે. જેમાં બે વ્યક્તિઓએ જુદા જુદા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાની માહિતો સપાટી પર આવી રહી છે.

Vidhyanagar Police ને જાણ કરવામાં આવી નથી
આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ જોંતા નિયમિત આ માર્ગ પર અપડાઉન કરતા નાગરિકોએ માર્ગ પર ડિવાઈડર બનાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. શનિવારે વહેલી સવારે સર્જાયેલા આ Accident પણ ગાડી રોંગ સાઈડ આવતી હોવાનું કારણ ચર્ચાઈ રહ્યું છે.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ ઘટના અંગે Vidhyanagar Police ને જાણ કરવામાં આવી ન હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 9ના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચોઃ tarapur highway accident : ટ્રક ડ્રાઈવર સામે ગુનો થયો દાખલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.