ETV Bharat / state

ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના આવી સામે, હવે કેટલાનો ભોગ લેવાયો... - Anand Police Investigation

આણંદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત (Accident at Vaghasi Highway) થયો હતો. મંગળવારે રાત્રે અજાણ્યો કારચાલક 2 રાહદારીઓને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના આવી સામે, હવે કેટલાનો ભોગ લેવાયો...

author img

By

Published : Jun 1, 2022, 11:05 AM IST

આણંદઃ આણંદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આણંદથી વડોદરા તરફ જતા રસ્તા પર મંગળવારે રાત્રે (Accident at Vaghasi Highway) કોઈ અજાણ્યો કારચાલક 2 રાહદારીઓને ટક્કર મારી ફરાર થયો હતો. સમગ્ર ઘટનામાં બંને અજાણ્યા શખ્સોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

કારચાલકને શોધવાની કામગીરી શરૂ

આ પણ વાંચો- હિટ એન્ડ રન: જેતપુરમાં બેકાબૂ કારે ફૂટપાથ પર બેસેલા બે યુવાનને અડફેટે લેતા કાળનો કોળિયો બન્યાં

કારચાલકને શોધવાની કામગીરી શરૂ - આ ઘટનાની જાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટીના હાઇવે પેટ્રોલિંગના કર્મચારીઓ એમ્બ્યુલન્સ સાથે દોડી આવ્યા હતા. સાથે જ સ્થાનિકોએ 108 એમ્બુલન્સને બોલાવી હતી. તો અચાનક બનેલી ઘટનામાં બને રાહદારીઓ મોત થતાં આણંદ રૂરલ પોલીસ (Anand Rural Police) ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે કારચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો-આને કહેવાય અણીનો ચૂક્યો સો વર્ષ જીવે, ગોથું ખાઈ ગઈ છતાં બચી ગયો મહિલાનો જીવ જુવો વીડિયો

બંને મૃતક મૂળ ઉત્તરપ્રદેશના હતા - પોલીસને ઘટના (Anand Rural Police) સ્થળેથી કોઈ સાધનના બોડીના ટૂકડા મળી આવ્યા છે, જે અકસ્માત સર્જેલી ગાડીના હોવાની શક્યતાઓને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બંને મૃતકો અન્ય રાજ્યના રહેવાસી હોવાની શક્યતા છે. પોલીસ તપાસમાં (Anand Police Investigation) જાણવા મળ્યું હતું કે, 22 વર્ષીય મૂળ બિહારના વતની નીતિશકુમાર ચૌધરી અને અન્ય મૃતક 42 વર્ષીય મૂળ ઉત્તરપ્રદેશના વતની મુકેશ રામરાજ સામીનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. આ બંને મૃતકો વઘાસી ગામ પાસે આવેલી કંપનીમાં છૂટક મજૂરી કરતા હોવાનું સામે આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, નેશનલ હાઈવે પર અપૂરતી લાઈટિંગ અને રોન્ગ સાઈડ પર આવતા સાધનોના કારણે અનેક અકસ્માત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.